એક મહિના પૂર્વે મટનની દુકાન બંધ કરાવ્યાનો ખાર રાખી મરચાની ભૂકી છાંટયા બાદ મુસ્લિમ શખ્સ હુમલો કરી નાશી છૂટ્યો ; સિવિલ હોસ્પિટલમાં વકીલ મંડળ ઉંમટયું
લીંબડી વ્હાઇટ હાઉસ ચોકમાં બાર એસોસીએશનના પુર્વ પ્રમુખ એડવોકેટ પર તેની જ શેરીમાં રહેતા મુસ્લિમ શખ્સે છરી વડે હિંસક હુમલો કરી નાશી છૂટ્યા અંગેની ફરિયાદ લીંબડી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.ઘવાયેલા એડવોકેટને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે વકીલ મંડળમાં દોડધામ મચી જવા પામી હતી.
મળતી માહિતી પ્રમાણે બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ બી.જે.પટેલ પોતાની ઓફિસમાં હાજર હતા. ત્યારે મુસ્લિમ યુવક ઓફિસ ખાતે ધસી આવી એક મહિના પહેલા છેડતી અને મટનની દુકાન બંધ કરાવવા બાબતેનો ખાર મરચાની ભૂકી છાંટી હતી. બાદમાં શખ્સે નેફમાંથી છરી કાઢી જીવલેહ હુમલો કરી નાશી ભરચક બજારમાંથી છૂટ્યો હતો.
ઇજાગ્રસ્ત બી.જે. પટેલના બીજા વકીલ મિત્રો પણ હુમલા વખતે ઓફિસમાં હાજર હતા. જે બાદમાં તેમણે વકીલને તાત્કાલિક લીંબડીની જ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. આ હુમલા પાછળ અંગત અદાવત જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. એવી માહિતી મળી છે કે વકીલને હુલાખોર સાથે મહિના પહેલા હિન્દુ વિસ્તારમાં માસ-મટનની દુકાન બંધ કરાવવા બાબતે બોલાચાલી થઈ હતી. હુમલાખોરનું નામ સુફિયાન ઘાંચી હોવાનું સામે આવ્યું છે. બનાવ બાદ સિવિલ હોસ્પિટલ પરિસરમાં વકીલો અને વેપારીઓના ટોળે ટોળા એકઠા થયા હતા. ઘટના સ્થળ પરથી હુમલામાં વપરાયેલી ઘાતક છરી અને તેનું કવર પોલીસને મળી આવ્યું હતું.બનાવ અંગે એ.એસ.આઈ પુષ્પરાજ ધાંધલે વધુ તપાસ હાથ ધરી છે.