ગોંડલના ગુજસીટોકના ગુનાનો મુખ્ય સૂત્રધાર સારવારના બહાને હોસ્પિટલમાં દાખલ થઇ પોલીસ જાપ્તામાંથી ફરાર થયો તો
સૌરાષ્ટ્ર, કચ્છના ચકચારી અને ગોંડલના ગુજસીટોકના ગુનાનો સૂત્રધાર નિખિલ ઉર્ફે નિકુંજ રમેશભાઈ દોંગાને ભુજસીવીલ હોસ્પીટલમાંથી ભગાડવામાં મદદગારી કરનાર પાર્થ ધાનાણીને હાઈકોર્ટે જામીન ઉપર મુકત કરતો હુકમ ફ2માવેલો છે.
બનાવની હકીકત મુજબ ખુનના ગુન્હામાં ગોંડલ જેલ હવાલે 2હેલા નિખિલ દોંગા અને તેની ગેંગ વીરૂધ્ધ ગુજસીટોક હેઠળ ગુન્હો દાખલ કરી તેને ભુજ જેલમાં મોકલવામાં આવેલો બાદ ભુજની પાલારા જેલમાંથી સારવાર અર્થે નિખિલને જી. કે. જનરલ હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવેલો સા2વા2ના બહાના હેઠલ ભરત અને અજાણ્યા વ્યકિતની મદદથી પોલીસ જાપ્તામાંથી ભુજ હોસ્પીટલમાંથી કારમાં નિખિલ દોંગા નાશી જતા જે ગુન્હાની ફરીયાદ ભુજમા પોલીસ પરેડ ગ્રાઉન્ડ સામે રહેતા સહદેવસિંહ માવસંગભા ચૌહાણે ભુજ બીડીવીઝન પોલીસ સ્ટેશનમાં નિખિલ દોંગા સહીતનાઓ વીરૂધ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.
નિખિલ દોગાને ભગાડવામાં મદદગરી કરનાર રાજકોટના પાર્થ બીપીનભાઈ ધાનાણીની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલહવાલે કરવામાં આવ્યો હતો. જે ગુનાની ચાર્જશીટ બાદ પાર્થ ધાનાણી એ કરેલી જામીન અરજી ભુજની સેશન્સ અદાલતે રદ કરતા તેની સામે હાઈકોર્ટમાં જામીન અરજી કરી રજુઆત કરેલી કે, ગુન્હામાં પાર્થ ધાનાણી નો કોઈ રોલ નથી રાજકીય ઉદ્દેશ્યથી ફીટ કરી દેવામાં આવેલો છે.
પોલીસ કસ્ટડી દરમીયાનના આરોપીના નિવેદનના આધારે કાર્યવાહી કરવામાં આવેલી છે. વિગેરે લંબાણ પુર્વકની રજુઆતો કરવામાં આવેલી.
તમામ પક્ષેની રજુઆતો, રેકર્ડ પરની હકીકતો લક્ષ લેતા સદર કામે ચાર્જશીટ ફાઈલ થઈ ગયેલી હોય, ગુન્હાહીત ભુતકાળ ન હોય, નિખિલ દોંગાને સગવડતા પુરી પાડવા ઘડેલા કાવત્રા સબંધનો કોઈ સ્વતંત્ર પુરાવો રેકર્ડ પર નથી. આરોપીઓએ ભગાડવામાં મદદગારી કરેલ હોય તેવો પુરાવો કે મટીરીયલ રેકર્ડ પર નથી તેવી દલીલ ધ્યાને લઇ હાઈકોર્ટના ન્યાયાધીસે પાર્થ ધાનાણીને રેગ્યુલ જામીન પર મુકત કરતો હુકમ કરવામાં આવ્યો છે
પાર્થ ધાનાણી વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુજના એડવોકેટ આર.એસ. ગઢવી, હાઈકોર્ટના એડવોકેટ આઈ. એચ. સૈયબ , સુરેશ ફળદુ એશોશીયેટસના ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વી2ડીયા રોકાયેલ હતા.