કોરોના અસરગ્રસ્તો માટે તબીબી સહાય લઈને ઉડાન ભરેલા વિમાનમાં ૩ ડોકટરો, ૩ ક્રુ મેમ્બરો, ૧ દર્દી અને ૧ સહયોગી હોવાનું આવ્યું સામે

ફિલીપાઈન્સની રાજધાનીના વિમાન મથકથી રવિવારે કોરોના અસરગ્રસ્તો માટે તબીબી સહાય લઈને ઉડાન ભરેલા ૮ પેસેન્જર અને અમેરિકા અને કેનેડાના ક્રુમેમ્બર સાથેનુ વિમાન ઉડતાની સાથષ જ આગની લપેટમાં આવી જતા ૮ના મૃત્યુ થયા હતા.

દુર્ઘટનાગ્રસ્ત વિમાન ફિલીપાઈન્સની વિમાનમાં આપતી પછી લાયનએરના નામે રજીસ્ટર્ડ થયું હતુ આ વિમાન જાપાનના હેનેડા માટે ભાડે બાંધવામાં આવ્યું હતુ પરંતુ મનિલાના પ્રમુખ વિમાન મથક પર જ રાતના આઠના સુમારે રનવેના છેડે પહોચતા આગની લપેટમાં આવી ગયું હતુ.ઈન્ડોનેશિયન કંપની લાયનએરએ આ ઘટનાની જાહેરાત કરી હતી. વિડિયો ફૂટેજમાં જોવા મળ્યું હતુ કે વિમાનમાં લાગેલી આગથી ધુમાડાનો અગનગોળો રાત્રે આકાશમાં દેખાયો હતો.

બે મશીનવાળુ આ વિમાન ૩ ડોકટરો, ૩ ક્રુમેમ્બરો, ૧ દર્દી અને એક સહયોગીને લઈને ઉડયું હોવાનું રેડકોર્સનાં રિચર્ડ ગાર્ડને માહિતી આપી હતી.કમનસીબીએ આ અકસ્માતમાં એકપણ મુસાફર ને બચાવી ન શકાયાનું મનિલી એરપોર્ટ ઓથોરીટીએ એક નિવેદનમાં ખેદ વ્યકત કર્યો હતો.મનિલા ઈન્ટરનેશનલ એરપોર્ટ ઓર્થોરિટી ફિલીપાઈન્સ એ નિવેદનમાં જણાવ્યું હતુકે આ અંગેની તપાસ ચાલીરહી છે. દુર્ઘટના બાદ રનવે હંગામી ધોરણે બંધ કરી દઈને કોરિયનની ફલાઈટને અન્યવિમાન મથકે ઉતરાવામાં આવ્યું હતુ દુઘૅટનાગ્રસ્ત વિમાન ફીલીપાઈન્સની ખાનગી કંપનીનું હતુ બે કલાક બંધ રાખીને રનવે ફરીથી ચાલુ કરવામાં આવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.