વડાપ્રધાન મોદીએ મન કી બાત કરતાં સૌપ્રથમ મહિલા સશક્તિકરણનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ કહ્યું કે, “પ્રાચીન કાળથી લઈને આજ દિવસ સુધી અનેક મહિલાઓએ દેશને વિકસિત કરવાનું કામ કર્યું છે. 1લી ફેબ્રુઆરીએ કલ્પના ચાવલા ની પુણ્યતિથિ છે. 1 ફેબ્રુઆરીએ કલ્પનાની સ્પેસક્રાફ્ટ દૂર્ઘટનામાં મોત નિપજ્યું હતું પરંતુ તેઓએ અનેક યુવતીઓને પ્રેરણા આપી.”
– પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું કે, ” આજે આપણી નારી શક્તિ આત્મનિર્ભર બની રહી છે. છત્તીસગઢની આદિવાસી મહિલાઓએ પણ અનેક ઉદાહરણો પૂરાં પાડ્યાં છે. નકસલીઓ પ્રભાવિત વિસ્તારમાં અનેક મહિલાઓ ઈ રિક્ષા ચલાવી આત્મનિર્ભર છે.”