દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાતનો કાર્યક્રમ છેલ્લા ઘણા વર્ષોથી યોજાય છે. જેમાં દેશની પ્રજા સાથે દર રવિવારે ૧૧ વાગ્યે વડાપ્રધાન પોતાના મનની વાતો કરી દેશના વિકાસની વાતો સાથે સામાજીક, આર્થિક, શૈક્ષણિક તથા આરોગ્ય વિશે યોજનાઓને વેગવંતી બનાવવા પ્રજા સાથે સીધો સંવાદ કરે છે તથા પોતાના સાંસદ સભ્યો, ધારાસભ્યો તથા અધિકારીઓ સાથે પ્રજાના પ્રશ્ર્નો વિશે સીધો સંવાદ કરી પ્રજામાં જાગૃતતા લાવે છે.
ઓખા શહેર ભાજપ ટીમ દ્વારા બેટ પેન્સીજર જેટી પર તથા ડાલ્ડા બંદર પર મન કી બાતનો જોહર પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. જેમાં પ્રવાસીઓ અને યાત્રિકોએ પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાને ૨૧ જુનના આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનના દિવસની ઉજવણીના ભાગરૂપે યુવાનોમાં જાગૃતતા લાવવા વેકેશનમાં મોજ મસ્તી કરતા પહેલા શિક્ષણ ક્ષેત્રે સંશોધનો અને દેશ પ્રગતિ માટે જાગૃત થવા આહવાન આપ્યું હતું. કાર્યક્રમમાં ઓખા શહેર પ્રમુખ મોહનભાઈ બારાઈ, મહામંત્રી રીતેશભાઈ ગોકાણી, વિશાલભાઈ પીઠીયા, નીનભાઈ જેઠવા, જતીનભાઈ કાનાણી, જયેશભાઈ પાબારી વગેરે તમામ ટીમના કાર્યકરો હાજર રહ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com