શહેરના સાતેય વોર્ડમાં પ્રચાર કરશે
લોકસભાની ચુંટણી ખુબ નજીક હોય ભારતીય જનતા પાર્ટીએ તેનો પ્રચાર પ્રસાર અલગ અલગ માઘ્યમથી શરુ કરી દીધો છે. જે અનુસંધાને મન કી બાત, મોદી કે સાથ અંતર્ગત ડીજીટલ પ્રચાર રથનું દ્વારકામાં ભાજપ અગ્રણીઓ દ્વારા ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું. દ્વારકા નગર પાલિકા પાસે આ ડીજીટલ પ્રચાર રથનું સ્વાગત જીલ્લા ભાજપ મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ ઝાખરીયા, દ્વારકા નગરપાલિકા પ્રમુખ લુણાભા સુમણીયા, દ્વારકા નગરપાલિકાના સભ્યો, ભાજપના સદસ્યો ગોપાલભાઇ કણઝારીયા, ટપુભાઇ ડાભી, સંજયભા માણેક, ગોવિંદભાઇ કણઝારીયા, મહીત સદસ્ય હેમાબેન પુરોહિત, સંજય નકુમ, મહેન્દ્રસિંહ રામભા, જગતીયા બિરેન સવાણી વગેરે કાર્યકરોની ઉ૫સ્થિતિમાં કરાયું હતું. આ પ્રચાર રથ દ્વારકાના સાતેય વોર્ડમાં પ્રચાર કામગીરી કરશે.