એક જમાનો હતો કે નાના બાળકોને વડીલો દ્વારા વાર્તામાં વાવાઝોડા પૂર હોનારત દુકાળ જેવી આપત્તિઓની વાર્તાઓ સંભળાવવામાં આવતી જીવનમાં ક્યારેક અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કે દુકાળ ભૂકંપ જેવી એકાદી આફત જોવાનો વારો આવતો હતો .

હવે ટેકનોલોજી ના આવિષ્કાર સાથે સમય પણ ઝડપી બન્યો છે અને સાથે સાથે કુદરતી આપ તો પણ ઉપરાઉપરી ત્રાટકે છે: કુદરતી આફતો માટે પ્રકૃતિને દોષ આપવાનો અધિકાર માનવી ક્યારનોય ખોઈ ચૂક્યો છે કુદરતના આ પ્રકોપ માટે માનવી જ જવાબદાર ગણાય અત્યારે લાલચમાં કુદરતી સંપત્તિઓ ના નુકસાન અને ભોગવિલાસ આડે માનવીને કોઈ અવરોધ નડતો નથી આ કારણે જ વારંવાર વાવાઝોડા અતિવૃષ્ટિ આખરી ગરમી અને ધરતીકંપ જેવા કુદરતી પ્રકોપો જોવા મળી રહ્યા છે આ વર્ષે ગરમીનો પારો વિક્રમ જનક રીતે ઊંચે ચડતો જાય છે પહેલા તો રણમાં ગરમી પડતી હતી હવે તો કાશ્મીરમાં પણ તાપમાન બે કાબુ બન્યો છે, ન હોય ત્યાંથી વાવાઝોડા ,ભર ઉનાળે વરસાદ, રણમાં જળબંબાકાર અને કુદરતી આફતો ની આ વણઝાર પ્રકૃતિનો પ્રકોપ ગણાય પણ તેની પાછળ માનવીનો પ્રકૃતિ પ્રત્યે નો દ્રોહ જવાબદાર છે.

વિકાસની આંધળી દોટ, ઔદ્યોગીકરણમાં આધડુકિયા શહેરીકરણ અને આડેધડ કાપવામાં આવતા વૃક્ષોને લઈને પર્યાવરણનું અસંતુલન હવે બેકાબુ બની રહ્યું છે, વર્ષોથી ગ્લોબલ વોર્મિંગ અંગે ચેતવણી આપવામાં આવે છે ,પરંતુ તેનું નિવારણ લાવવાની કોઈ અસરકારક કામગીરી થતી નથી, દિવસે  દિવસે પેટ્રોલ ડીઝલનો વધતો જતો વપરાશ અને વૃક્ષોની ઘટતી જતી સંખ્યા ના કારણે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે અને કાર્બન ડાયોક્સાઇડ; કાર્બન મોનોક્સાઈડ અને પૃથ્વીનું વાતાવરણ ગરમ કરતા હાનિકારક ગેસનું ઉત્પાદન સતત પણે વધી રહ્યું છે; આંધળુકિયા શહેરીકરણ અને ઔદ્યોગિકરણ ના કારણે ખેતીની જમીનો ,જંગલો દિવસે દિવસે ઓછા થતા જાય છે.. આ પરિસ્થિતિ હવે જાણે કે અનિયંત્રિત બની જતી હોય તેમ ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણને અસંતુલતાના અવળા પરિણામો હવે પછીના બે પાંચ દાયકા પછી દેખાવાના હતા તે અવળી અસરો હવે શરૂ થઈ ચૂકી છે. ભર ઉનાળે વરસાદ અને શિયાળામાં આગ ઓકતી  ગરમી ચોમાસામાં ક્યાંક વરસાદનો છાંટો દોહીલો થઈ ગયો હોય તો બીજી તરફ વાદળા ફાટવાની દુર્ઘટના જેવી પર્યાવરણની અસંતુલિત પરિસ્થિતિ ગ્લોબલ વોર્મિંગ નું પરિણામ બનીને સામે આવી રહ્યું છે.

હજુ સમય છે કુદરતી આફતોમાં પ્રકૃતિને કોષવા કરતા પ્રકૃતિના જતન માટેની પ્રતિભત્તા અને વચન બદ્ધતા પાડવાો શીખવું પડશે .આડેધડ વન છેદન અને પ્રકૃતિનો દ્રોહ કરવાનું બંધ નહીં થાય તો આવનાર દિવસોની આફતો માટે આપણે જ જવાબદાર ઠરીશું. કુદરતી પ્રકોપ માટે પ્રકૃતિનો કોઈ વાંક નથી માનવીના કર્યા જ સમગ્ર જીવસૃષ્ટિને ભોગવવા પડે છે. હજુ સમય છે જાગી જશું તોઓછું  નુકશાન  થશે નહીં તો પ્રકૃતિના પ્રકોપની સજા ભોગવવા તૈયાર રહેવું પડશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.