આરોપીએ સગીરાનું અપહરણ કરી એકટીવા પર 600 કિલોમીટર ફર્યો: ગત વર્ષ પહેલા પણ ચોરડીની સગીરાનું અપરણ કયુ હતું
ગોંડલ ના ભોજરાજપરા વિસ્તાર માંથી વીસ દિવસ પહેલા સગીરા ને ભગાડી જનાર અને મોબાઇલ રાકોર્ડીંગ મા પોલીસ ને પૈસા આપી દઉ તો મારા વિરૂદ્ધ કોઈ કાર્યવાહી ન થઈ શકે’ તેવા બણગા ફુંકનારા રાજકોટ ના શખ્સ ને પોલીસે મહારાષ્ટ્ર માંથી દબોચી લઇ સગીરા ને તેના પરીવાર ના હવાલે કરી અપહરણ કરનાર શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી હતી. સગીર યુવતીઓ ને ભગાડવા માં માસ્ટર માઇન્ડ ધરાવતા શખ્સ સામે અગાઉ પણ અન્ય એક સગીરા ના અપહરણ અંગે ગુન્હો નોંધાઇ ચુક્યો છે.
બનાવ ની પ્રાપ્ત વિગત મુજબ શહેર ના ભોજરાજપરા મા રહેતી સગીરા ને રાજકોટ મા સોના ચાંદી ની રિફાઇન મજુરીકામ કરતા અને કોઠારીયા ના રણુજા મંદિર પાસે રહેતા અભય ઉર્ફ શની ધીરુભાઈ ચૌહાણ ઉ.26 ગત તા.11 ના ભગાડી જતા સગીરા ના પરીવારે સીટી પોલીસ મા ફરિયાદ કરી હતી.પોલીસ ફરિયાદ નહી કરવા અભય ઉર્ફ શની દ્વારા સગીરા ના પરીવાર પર દબાણ કરી પોલીસ ને પૈસા આપી દઇશ તેવુ મોબાઇલ રેકોર્ડિંગ પણ પરીવાર દ્વારા પોલીસ ને રજુ કરાયુ હતુ.
ફરિયાદ ના પગલે પી.આઇ. મહેશ સાંગાડા એ પીએસઆઇ જે.એમ.ઝાલા,મયુરસિહ, પૃથ્વીસિહ, હાર્દિક પટેલ સહિત ની ટીમ ને કામે લગાડી તપાસ ના ચક્રો ગતિમાન કરતા અપહરણ કરનાર અભય ઉર્ફ શની તથા સગીરા મહારાષ્ટ્ર નાં ખોપોલી ગામ મા હોય પોલીસ ખોપોલી પહોંચી અભય ઉર્ફ શની ને દબોચી સગીરા સાથે ગોંડલ પહોંચી હતી.
પોલીસ પુછપરછ મા અભયે જણાવ્યુ કે સગીરા નુ અપહરણ કરી એકસેસ સ્કુટર પર દિવ, તુલશીશ્યામ,સાળંગપુર અને ત્યાંથી વડોદરા પંહોચ્યો હતો.આમ અંદાજે આઠસો કી.મી.રન તેણે સ્કુટર પર કાપ્યો હતો.વડોદરા થી ટ્રેન મા મહારાષ્ટ્ર ના ખોપોલી તેના પરીચિત ને ત્યાં પંહોચ્યો હતો.માત્ર આઠ ચોપડી ભણેલો અભય મોબાઇલ નો માસ્ટર હોય વ્હોટશોપ કોલ તથા મિત્રો નુ નેટ વાપરી સબંધીઓ સાથે સંપર્ક મા રહેતો હતો,પરંતુ પોલીસે તેની કુનેહ નેજ હથિયાર બનાવી ટેકનીક ના સહારે તેને ઝડપી લીધો હતો.
અભય પરણીત છે.અને એક સંતાન નો પિતા છે.હાલ ની પત્નિ ને ત્રણ વર્ષ પહેલા ભગાડી પ્રેમ લગ્ન કર્યા હતા.અગાઉ વર્ષ 2017 માં અભય સામે ચોરડી ગામ ની સગીરા નાં અપહરણ નો ગુન્હો તાલુકા પોલીસ માં દર્જ થયો હતો.