દેશના અર્થ તંત્રને ખોખલુ કરવાના ખૌફનાક કાવતરા સાથે કોટડા સાંગાણીના અનિડા વાછરા ગામના શખ્સની ધરપકડ
જાલીનોટ કયાં બનાવી, કેટલા સમયથી ચલણમાં લાવ્યો અને અન્ય કોણ સંડોવાયું છે. સહિતના મુદે તપાસ
અબતક,દર્શન જોષી જૂનાગઢ

દેશના અર્થ તંત્રને ખોખલુ કરવાના ખૌફનાક ઇરાદા સાથે રૂ 500ના દરની જાલીનોટ સાથે જૂનાગઢના ભવનાથના મેળામાં આવેલા કોટડા સાંગાણીના અનિડા વાછરા ગામના શખ્સને જૂનાગઢ પોલીસે ધરપકડ કરી જાલીનોટ કંઇ રીતે તૈયાર કરી અને તેની સાથે અન્ય કોણ સંડોવાયું છે. તે અંગેની વિશેષ તપાસ માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અનિડા વાછરા ગામના નરેન્દ્ર પાંચા રામોલીયા નામના 33 વર્ષના યુવાનને જૂનાગઢ ભવનાથના મેળામાંથી રૂ 500ના દરની જાલીનોટ વટાવવાનો પ્રયાસ કરતા ભવનાથ પોલીસ મથકના સ્ટાફે ઝડપી લીધો હતો. નરેન્દ્ર રામોલીયા પાસેથી રૂ 500ના દરની 21 જાલીનોટ મળી આવતા તપાસમાં એલસીબી અને એસઓજીએ તપાસમાં ઝંપલાવી નરેન્દ્ર રામોલીયાએ જાલીનોટ કયાંથી મેળવી અને તેની સાથે અન્ય કોણ સંડોવાયું છે.

તે અંગેની ઉંડી તપાસ કરવા માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.નરેન્દ્ર રામોલીયા ભવનાથના મેળવામાં લોકોની ભીડમાં જાલીનોટ સરળતાથી ચલણમાં ઘુસાડી શકાય તેવા ઇરાદે સાથે આવ્યો હોવાનું અને ચકડોળમાં બેસવા આપેલી રૂ 500ની નોટ શંકાસ્પદ જણાતા ચકડોળના સંચાલકે ભવનાથ પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.સી.ચુડાસમાને સોપી દીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.