હાઇ-વે પર ચાલુ વાહને થતી ચોરી અટકાવવા પોલીસ એકશનમાં
રેડીમેઇડ કપડા, કોસ્મેટીક આઇટમ, ઇલેકટ્રોનિક ઉપકરણો, ટાયર, સાયકલ સહિતની ચીજ વસ્તુની ચોરી કરી વંડામાં છુપાવી’તી: ચોરીના ઉપયોગમાં લેવાતી યુટીલીટી અને એકસયુવી કાર કબ્જે
હાઇ-વે પર ચાલુ વાહને ચોરી કરતી ગેડીયા ગેંગ સામે રાજકોટ રેન્જ આઇજીપી સંદિપસિંહના માર્ગ દર્શન હેઠળ ગુજસીટોકનો ગુનો નોંધી કડક કાર્યવાહી કરી હોવા છતાં ગેંડીયા ગેંગના કેટલાક શખ્સો દ્વારા ચોરી કરતા હોવાથી હાઇ-વે પર વાહનમાં થતી ચોરી અટકાવવા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી સઘન તપાસ કરી ગેંડીયા ગેંગ દ્વારા ચોરી કરેલો મુદામાલ ખરીદ કરનાર સોખડાના શખ્સની પોલીસે ઝડપી તેની પાસેથી બે વાહન સાથે રૂા.27 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
સુરેન્દ્રનગર એલસીબીની તપાસ દરમિયાન સોખડાના અમીત રમણીક ચીહલા નામના શખ્સના મકાન અને વંડામાં ચોરીનો મુદામાલ હોવાની મળેલી બાતમીના આધારે દરોડો પાડયો હતો. પોલીસને દરોડા દરમિયાન રેડીમેટ કપડા, સાડી, કોસ્મેટીંક સાધનો, ટાયર અને ઇલેકટ્રોનિક સાધનો મળી રૂા.18.95 લાખનો મુદામાલ મળી આવતા કબ્જે કરી અમીત ચીહલાની પૂછપરછ કરતા તેને ગેડીયાના હનિફખાન ઉર્ફે કાળો મુન્નો અમીરખાન જત મલેક અને હજરતખાન અનવરખાન જત મલેક નામના શખ્સો પાસેથી ખરીદ કર્યાની કબુલાત આપી છે.
અમીત ચીહલા પાસેથી મળી આવેલા ચોરાઉ મુદામાલ તાજેતરમાં બજાણા અને ધ્રાંગધ્રાં વિસ્તારમાં થયેલી પાંચ જેટલી ચોરીનો મુદામાલ હોવાનું બહાર આવતા પોલીસે ગેંડીયા ગેંગના સુત્રધાર હજરતખાન અનવરખાન જત મલેક અને હનિફખાન ઉર્ફે કાળો મુન્નો અમીરખાન જત મલેકની શોધખોળ હાથધરી છે.
વધુ વિગત મુજબ ઝાલાવડ પંથકના માર્ગો પર રાત્રીના સમયે ચાલુ વાહને તાલપત્રી તોડી ચોરી કરતી ગેંગના નેસ્ત નાબુદ કરવા રાજકોટ રેજના આઈ. જી. સંદિપસિંહ દ્વારા ગેંગના 13 શસ્સો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી અને ગેંગના નાસતા ફરતા પાટડીના ગેડીયા ગામના બે શસ્સો હનીફખાન મુન્નો અમીરખાન જત મલેક અને હઝરતખાન અનવરખાન બન્ને શબ્સોને ઝડપી લેવા ક્રાઈમ બ્રાંચના પી.એસ.આઈ. વી. આર. જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે ધ્રાંગધ્રા
તાલુકાના સોખડા ગામે રહેતો 2 અમીત રમણીક ચીક્ષાના રહેણાંક મકાનમાં અને તેના હોન્ડામાં ઉપરોક્ત બન્ને શસ્સો દ્વારા ચોરી કરેલો મુદામાલ છુપાવ્યો હોવાની ના મળેલી બાતમીના આધારે દરોડો = પાડી મકાન અને હોન્ડામાંથી કિચનવેરની આઈટમના બોકસ 1 ઇંલે કટ્રીક અને ઈલેકટ્ર નિક – આઈટમ, સાયકલ, બુટ, કપડા, ન હેન્ડલુમની આઈટમ તેમજ બે કાર ન મળી રૂા.27 લાખનો મુદામાલ . સાથે મકાન માલીક અમીત ચીહલાની ધરપકડ કરી હતી.
ઝડપાયે લા શખસની – પ્રાથમીક પુછપરછમાં હાઈવે પરથી આઠેક દિવસ પહેલા ચોરી કરી ઉપરોકત બન્ને શો ગાડી મારફત ચોરી કરેલો મુદામાલ ઘરે ઉતારી ગયાની કબુલાત આપી હતી.
તેમજ બાણા પ્રાંગધ્રા મળી, 5 વાહનમાં ચોરી કર્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ઝડપાયેલા અમીત ચીહલાની વધુ તપાસ માટે રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.