રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા વાચન પરબમાં ‘મધુશાલા’ની ભાવયાત્રા કરાવી
ફક્ત બેંકિંગ નહિ-સામાજીક ઉત્તરદાયિત્વ સાથે કાર્ય કરતી, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા વાચન પરબ ચાલી રહ્યું છે. તેના 55માં મણકામાં હાસ્ય કલાકાર-હાસ્ય લેખક-નાટ્ય લેખક-અભિનેતા-ચિંતક-સમાજ સેવક ડો. જગદીશ ત્રિવેદીએ પદ્મભૂષણ વિજેતા-રાજ્ય સભાના નોમીની મેમ્બર કવિ હરિવંશરાય બચ્ચનની ખ્યાતનામ રચના ‘મધુશાલા’ની ભાવયાત્રા બેંકની રાજકોટ ખાતેની હેડ ઓફિસ ‘અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય’માં રજુ કરી હતી.
ડો. જગદીશ ત્રિવેદીએ રજુ કરેલ વક્તવ્યની એક ઝલક, ‘ઇ.સ. 1933 સૌપ્રથમ વખત મધુશાલા રજુ થઇ. તે વખતથી જ એટલી લોકપ્રિય થઇ કે હરિવંશરાય બચ્ચન વગર મુશાયરો શરૂ ન થાય અને મધુશાલા વગર મુશાયરો પુરો ન થાય. મધુશાલાને પ્રતિક બનાવી સમાજ સુધારણાનું કાર્ય ર્ક્યું છે. આ મધુશાલાએ ધીરજ અને કાળજીથી માણવા જેવી કવિતા છે. કબીરના તત્વચિંતન સાથે આને મૂકી છે. આ કવિતામાં કવિએ સમાજનાં દૂષણને રજુ કરી સમાજનાં શોષણને ખુલ્લુ પાડયું છે. આમાં શાસ્ત્રોનો વિરોધ નથી પરંતુ તેના નામે ફેલાતાં કુરિવાજ અને અંધશ્રદ્ધાનો વિરોધ છે. ભારતની અનેક ભાષાઓમાં મધુશાલાનો અનુવાદ થયો છે, અંગ્રેજીમાં પણ અનુવાદ થયો છે અને મે તેનો ગુજરાતીમાં અનુવાદ ર્ક્યો છે. માણસ જન્મથી નહિ કર્મથી મહાન બને છે.’
આ વાંચન પરબમાં શૈલેષભાઇ ઠાકર (ચેરમેન), જીમ્મીભાઇ દક્ષીણી (વાઇસ ચેરમેન), ડિરેકટરગણમાંથી નલિનભાઇ વસા (પૂર્વ ચેરમેન), જ્યોતીન્દ્રભાઇ મહેતા (પૂર્વ ચેરમેન અને ચેરમેન-નાફકબ), જીવણભાઇ પટેલ, દિપકભાઇ મકવાણા, બાવનજીભાઇ મેતલિયા, દિનેશભાઇ પાઠક (કો-ઓપ્ટ), વિનોદ કુમાર શર્મા (સીઇઓ-જનરલ મેનેજર), વિશેષમાં ગોપાલભાઇ માકડીયા (ચેરમેન-વિજય કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લિ.), જય છનીયારા (દિવ્યાંગ હાસ્ય કલાકાર), સંજુ વાળા (કવિ), મિલન ત્રિવેદી (હાસ્ય કલાકાર), ચંદ્રેશભાઇ ગઢવી (લોકસાહિત્યકાર), જ્વલંત છાયા (રિપોર્ટર-ચિત્રલેખા), તુષારભાઇ દવે (અકિલા દૈનિક),આકાશભાઇ પંડયા (કથાકાર), રાજુભાઇ યાજ્ઞિક (ઉદ્ઘોષક-આકાશવાણી) ઉપરાંત વિવિધ શાખા વિકાસ સમિતિનાં ક્ધવીનર, સહ-ક્ધવીનર, સદસ્યો, ડેલીગેટ, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ડિરેકટર દિપકભાઇ મકવાણા અને બાવનજીભાઇ મેતલિયાએ ડો. જગદીશ ત્રિવેદીને પુસ્તક-ખાદીનો રૂમાલ ભેટ આપી સન્માન ર્ક્યું હતું. કાર્યક્રમનું સરળ-સફળ અને રસપ્રદ સંચાલન ધનંજય દત્તાણીએ ર્ક્યું હતું.