અગાઉ પણ ભેળસેળનાં ગુનામાં પકડાયેલ શખ્સ થોરાળાની મંડળીમાં દુધનું વેચાણ કરવા જતો‘તો
થોરાળા સહકારી દુધ મંડળી ખાતે ભેળસેળયુકત દુધ વેચવા જતા કાગવડનાં શખ્સને પોલીસે વીરપુર પાસેથી દબોચી લઈને રૂ.૨.૧૪ લાખનો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથધરી છે. આ શખ્સ અગાઉ પણ દુધમાં ભેળસેળનાં ગુનામાં પકડાયો હતો.
પ્રાપ્ત થતી વિગત મુજબ કાગવડનો રામજી હકાભાઈ સાસલા નામનો શખ્સ બોલેરોમાં ભેળસેળયુકત દુધનાં કેન ભરી થોરાળા સહકારી દુધ મંડળી ખાતે વેચવા જઈ રહ્યો હતો. આ શખ્સને પોલીસે વીરપુર નજીકથી પકડી પાડી દુધ અને બોલેરો ગાડી મળી કુલ રૂ.૨.૧૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે આ શખ્સ વિરુઘ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ શખ્સ અગાઉ પણ ભેળસેળયુકત દુધનાં ગુનામાં વિરપુર પોલીસ સ્ટેશનમાં પકડાયો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com