લોકસભાની ચૂંટણીમાં ભાજપના હો પછડાયેલા મમતાએ ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણી જીતવા અત્યારી રણનીતિ બનાવવાનો પ્રારંભ કર્યો
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના અત્યારે માઠા દિવસો ચાલી રહ્યાં છે. લોકસભાની ચૂંટણીમાં ભારે રાજકીય રકાસનો સામનો કરી રહેલા મમતા દીદી હવે આગામી ૨૦૨૧માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પુન: સ્વસ્ઈ સંગ્રામ લડવા માટે રણનીતિની કમાન જાણીતા રાજકીય વિશ્ર્લેષક રણનીતિકાર પ્રશાંત કિશોરને સોંપવાનો નિર્ણય કર્યો છે. મમતા બેનર્જી માટે પ્રશાંત કિશોર આવતા મહિનેી કામ શરૂ કરશે.
ગઈકાલે પ્રશાંત કિશોર અને મમતા બેનર્જી વચ્ચે બે કલાક સુધી મંત્રણા કરી હતી. તૃણમુલ કોંગ્રેસ પં.બંગાળની લોકસભાની ચૂંટણીમાં ૩૫ માંથી ૨૨ બેઠકોજ જીતી શકયું હતું. જયારે ભાજપ બેમાંથી ૧૬ના વધારા સો ૧૮ બેઠકો જીતીને નંબર-૨ના સને પહોંચી ગયું હતું. ભાજપે બંગાળમાં ડાબેરીઓ અને કોંગ્રેસના પ્રભાવ વચ્ચે પણ પશ્ર્ચિમ બંગાળમાં મજબૂત સ્થિતિ ઉભી કરીને મમતાની ટીએમસી સામે પડકારજનક સ્થિતિ ઉભી કરી છે. ત્યારે દીદીએ હવે ચૂંટણીની કમાન પ્રશાંત કિશોરને સોંપી છે.
પ્રશાંત કિશોરે આંધ્રપ્રદેશમાં વાયએસઆરને વિધાનસભાની ચૂંટણીમાં ૧૭૫ માંથી ૧૫૧ બેઠકો અપાવી જગન મોહન રેડ્ડીને અભુતપૂર્વ સફળતા અપાવી હતી. પ્રશાંત કિશોરે ૨૦૧૫માં બિહારમાં આરજેડી, જેડીયુના મહાગઠબંધન નો વિજય અપાવ્યો હતો. પ્રશાંત કિશોરને જનતા દળ (યુ)ના પ્રમુખ નિતીશકુમાર દ્વારા ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવેલ હતી. પ્રશાંત કિશોરે ચૂંટણી રણનીતિ અને પ્રાદેશિક કક્ષાના રાજકારણની વ્યૂહરચના માટે નિષ્ણાંત માનવામાં આવે છે.
પં.બંગાળમાં ભાજપના અમિત શાહે તૃણમુલ કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડીને લોકસભાની ચૂંટણીમાં ગત ટર્મની બેમાંથી ૧૬ બેઠકો સર કરી કેન્દ્રમાં સત્તા માટે મમતા બેનર્જીના ગઢ ગણાતા પશ્ર્ચિમ બંગાળને જ પગીયુ બનાવીને કેસરીયો માહોલ ઉભો કર્યો છે. અસ્તિત્વની લડાઈનો પ્રશ્ર્ન ઈ ગયો. ૨૦૨૧માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં તૃણમુલની કયાંક કાચુ પકાઈ ન જાય તે માટે મમતા બેનર્જીએ અત્યારી પ.બંગાળની રાજકિય કમાન અને ચૂંટણીની જવાબદારી પ્રશાંત કિશોરને સોંપી દીધી છે.