કર્મયોગ ચેરીટેબલ ફાઉન્ડેશન તથા રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે મેમોગ્રાફી મશીન વિકસાવાયું
રવિવારે 25 મહિલાઓનો મેમોગ્રાફી રિપોર્ટ કરવામાં આવશે તૈયાર
સ્તન તપાસના પ્રથમ તબક્કાને મેમોગ્રામ કહેવામાં આવે છે. મેમોગ્રામ એ દરેક સ્તનનો લો-ડોઝ એક્સ-રે છે જેનો ઉપયોગ ગાંઠો અને અન્ય અસામાન્યતાઓને ઓળખવા માટે થાય છે. મેમોગ્રાફી પરીક્ષણને સ્તન કેન્સરની તપાસ માટેની સૌથી અસરકારક પદ્ધતિઓમાંની એક તરીકે વ્યાપકપણે સ્વીકારવામાં આવે છે. વહેલું નિદાન પણ બચવાની તકોને સુધારવામાં મદદ કરે છે. અભ્યાસો દર્શાવે છે કે 16-40 વર્ષની વય જૂથની 60% થી વધુ ભારતીય મહિલાઓને આક્રમક સ્તન કેન્સરનું નિદાન થવાનું જોખમ છે. વધુમાં, વિલંબિત તપાસના પરિણામે ભારતમાં દર 1 માંથી 22 સ્ત્રી સ્તન કેન્સર વિકસાવી શકે છે. 1 સ્તન કેન્સરને વહેલી તકે ઓળખવાની શ્રેષ્ઠ રીત એ છે કે નિયમિત સ્તન સ્ક્રીનીંગ પરીક્ષાઓ માટે જવું. એપોલો ક્લિનિકમાં, અમે તમારા સ્તનો સ્વસ્થ છે તેની ખાતરી કરવા માટે નિવારક તપાસ અને ચેક-અપના મહત્વ પર સતત ભાર આપીએ છીએ.
રાજકોટ ખાતે રોટરી ક્લબ અને કર્મયોગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યુનિકેર હોસ્પિટલ ખાતે મેમોગ્રાફી વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે અને આ વોર્ડમાં અધ્યતન મેમોગ્રાફીનું મશીન પણ વિકસાવવામાં આવ્યું છે જે મહિલાઓ માટે ખૂબ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે. આ તકે યુનાઇટેડ કેર હોસ્પિટલ ના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર જીગ્નેશ મેવાએ જણાવ્યું હતું કે હાલ મહિલાઓની બદલતી જીવનશૈલીના પગલે સ્તન કેન્સરનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે મેમોગ્રાફી વોર્ડમાં તમે અંતરે જો રિપોર્ટ કરવામાં આવે તો કેન્સર જેવી જટિલ બીમારીથી પણ બચી શકાય છે. વધુમાં તેઓ ઉમેર્યું હતું કે આગામી રવિવારના રોજ 25 મહિલાઓ માટે નિશુલ્ક મેમોગ્રાફી કેમ્પનું આયોજન યુનાઇટેડ કેર હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે જેમાં મહિલાઓનો મેમોગ્રાફી ટેસ્ટ કરી આપવામાં આવશે અને તેઓને જરૂર લાગે તો નિદાન પણ કરવમાં આવશે. ત્યારે મેમોગ્રાફી વોર્ડની શરૂઆત સમયે ટ્રસ્ટના સભ્યોની સાથોસાથ ખૂબ મોટી સંખ્યામાં તબીબો હાજર રહ્યા હતા અને રોટરી ક્લબ ના પણ સભ્યોએ આ ઉદઘાટન સમારોહમાં હાજરી આપી હતી. મેમોગ્રાફી એ એક મહત્વપૂર્ણ પરીક્ષણ છે જે નિયમિત તબીબી પરીક્ષાઓ અને સ્તન સ્વ-પરીક્ષણ સાથે સ્તન કેન્સરની પ્રારંભિક તપાસમાં મદદ કરે છે. આ ટેસ્ટમાં ડોક્ટર સ્તનનો એક્સ-રે લે છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, 40 થી 50 વર્ષની ઉંમર સુધી દર બીજા વર્ષે, સ્તન કેન્સર માટે ટેસ્ટિંગ કરવાવું જોઇએ.મેમોગ્રામ દ્વારા નિયમિત તપાસ કર્યા પછી, તે જાણી શકાય છે કે સ્તન કેન્સર છે કે નહીં. જો કે, કેટલાક લોકોમાં, હાથની નીચે ગઠ્ઠો, સ્તનનો રંગ બદલવો, જેવા ઘણા ફેરફારો પ્રારંભિક લક્ષણોમાં જોવા મળે છે.