ખેડૂતો પાસેથી નામ પૂરતી જ ખરીદી, વચેટિયા વેપારીઓ પાસેથી કપાસ ખરીદી સીસીઆઇના અધિકારીઓ વેપારીઓને જ તગડો નફો આપતા હોવાની રાવ

ગત સાલ સૌરાષ્ટ્રમાં મોટા પાયે કપાસનું ઉત્પાદન થયેલ આને કારણે ખેડૂતોને કપાસના પોષણ ભાવો મળે એ માટે સરકાર દ્વારા સી.સી.આઇ. કેન્દ્ર ખોલી સરકારને મદદરૂપ થવા પ્રયાસ કરેલ પણ સીસીઆઇ ના અધિકારીઓ પોતાની મનમાની ચલાવાનાને કારણે ખેડૂતોની અત્યારે હાલત કફોડી થવા પામી છે.

ગત વર્ષ સારા વરસાદને કારણે ખેડૂતોને કપાસના વાવેતર કર્યા હતા તેને કારણે કપાસનું ઉત્પાદન બમ્પર પ્રમાણમાં થયું છે. જેને ઘ્યાને લઇ  સાંસદ રમેશભાઇ ધડુકના પ્રયાસોથી ઉપલેટાને સીસી આઇ ખરીદ કેન્દ્ર કોલકી ગામે મંજુર કરવામાં આવેલ જેથી ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો હતો પણ આ આનંદ થોડાક દિવસમાં જ સાબિત થયો છે. કોલકી પાસે જે ખરીદ કેન્દ્ર સીસીઆઇ નું છે તેમાં કેન્દ્ર ઉપર ખેડૂતોના કપાસને બદલે મામકાવાદ ચલાવી  સીસીઆઇ ના અધિકારીઓ ખેડૂતોના બદલે વેપારીઓના માલ ખરીદી કરી ખેડૂતોને મોટા ખાડામાં ઉતારવાનું મોટું ષડતંત્ર રમી રહ્યા હોવાનું ખેડૂત વર્તુળમાંથી જાણવા મળ્યું છે.

એક ખેડૂતે પોતાની આપવિતી વર્ણવતા જણાવેલ કે કપાસ સીસીઆઇ ના કેન્દ્રમાં વેચવો હોય તો પહેલા ૭/૧૨ ના દાખલામાં કપાસના વાવેતરની નોંધ કરાવી પડે છે. ખેડૂતોને નોંધ કરાવામાં ત્રણ થી ચાર દિવસ જાય છે કારણ કે હાલ તમામ સરકારી કચેરીઓમાં સ્ટાફ મોટે ભાગે ગેરહાજર હોય છે. ત્રણ-ચાર દિવસ બાદ બધા કાગળો ભેગા કરી સીસીઆઇ ના ખરીદ કેન્દ્ર ઉપર જઇએ ત્યારે અમારું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી અમોને ૧૦ કે ૧પ દિવસ પછી તપાસ કરવાનું કહે છે ત્યારે પછી અમોને કોઇપણ જાતની જાણ કરવામાં આવતી નથી આથી અમે પાછા કોલકી ગામે સીસીઆઇ કેન્દ્ર ઉપર જઇ તપાસ કરી તો કહે છે હજુ વારો નથી આવ્યો તમારો વારો આવશે ત્યારે કહેશું આમ કોઇને કોઇ કારણો આપી અમોને ધકકા ખવડાવે છે જયારે બધુ માથાકુટ કરી ત્યારે કહે છે કે ત્રણ દિવસ પછી માલ લઇને આવજો જયારે અમો વહેલી સવારે વાહનો ભાડે બાંધી માલ લઇને આવી આખો દિવસ જમ્યા વગર ત્યાં રોકાય બપોર પછી અમારો માલ ખરીદીનો વારો આવે તો કહે તમારો કપાસ ચાલે તેવો નથી. તમો તમારો માલ પરત લઇને જતા રહો આવી રીતે સીસીઆઇ ના અધિકારીઓ ખેડૂતોને હેરાન કરી રહ્યા છે.

fgh

ખરેખર ખેડૂતોનો કપાસ થોડો ક નબળો હોય તો ૧૦૬૦ ના ભાવે પણ સીસીઆઇ ના અધિકારી ખરીદી શકે છે પણ ખેડૂતોએ રોષ સાથે જણાવેલ કે બે અધિકારીઓ ખેડૂતોના કપાસ ખરીદવાને બદલે વેપારી પાસેથી સીધો જ કપાસ ખરીદી લ્યે છે. વેપારી પોતાના લાગતા વળગતા ખેડૂતોના ૭/૧૨ ના દાખલા રજુ કરી દયે છે. અમો જે વેપારીને ૭૫૦ થી ૮૦૦ રૂપિયામાં માલ વેચીએ છીએ તે જ માલ સીસીઆઇ કેન્દ્રમાં સીધો ૧૦૬૦ થી ૧૧૦૦ માં વેચાય છે સીસીઆઇ ના અધિકારીની મીલીભકતને કારણે ખેડૂતો ભાવના લાભ વચેટીયાઓ લઇ જાય છે. ખરેખર સરકાર ખેડુતને મદદ કરવાનો ઇરાદો ધરાવે છે પણ સીસીઆઇ ના અધિકારીને કારણે આ મદદ ખેડૂતને બદલે વચેટીયાઓ લઇ જાય છે. ત્યારે આ બાબતે સરકારે ઘટતું કરવું જોઇએ તેવી માંગણી ઉપલેટા તાલુકા સહકારી આગેવાન નો કે.ડી. સિણોજીયા, હકાભાઇ પટેલ (ખીરસરા) વાળાએ ઉઠાવી છે.

અમુક ગામના ખેડૂતોએ રોષ પૂર્વક જણાવે કે સીસીઆઇ ખરીદ કેન્દ્ર સાંસદ રમેશભાઇ ધડુક અને પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાનઇ માકડીયા દ્વારા મંજુર કરાવેલ પણ હાલ આ સીસીઆઇના અધિકારીઓ આ બન્ને ભાજપના આગેવાનોનું પણ માનતા નથી ખેડૂતોની રજુઆતો પણ ઘ્યાન લેતા નથી તેથી આ અધિકારીઓ સામે તપાસ કરી ખેડૂતોને ન્યાય અપાવવો જોઇએ.

તપાસ થાય તો ઘણું બધુ બહાર આવે

અગાઉ સરકાર દ્વારા મગફળી ખરીદી, તુવેર ખરીદીની જેમ કપાસ ખરીદી કરવામાં આવે છે. અગાઉ પણ ખરીદના કેન્દ્ર ઉપર ભારે ગેરરીતી થવા પામી હતી. ત્યારે હાલના સીસીઆઇ કપાસ ખરીદી કેન્દ્ર ઉપર જો તપાસ કરવામાં આવે અને ખેડૂતોના નિવેદન લેવામાં આવે તો ઘણી બધી વિગતો બહાર આવે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.