બંધાણીઓની ‘તલબ’ બુઝાવવા તંત્ર તલપાપડ

હોલસેલરો માલ હોવા છતાં પુરતી સપ્લાય કરતા નથી જેના કારણે કાળાબજાર સર્જાતી હોવાની બુમરાણ

લોકડાઉનના ચોથા તબક્કામાં પાન-મસાલાની દુકાનોને શરતોને આધીન ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવતા બંધાણીઓ ના જીવમાં જીવ આવ્યો હતો પરંતુ બંધાણીઓ ની કઠણાઈ ઓછું થવાની નામ જ ન લેતી હોય તેમ હળવદ શહેરમાં પાન-મસાલાના હોલસેલરો મોટાભાગે દુકાનો બંધ રાખતા તબાકું,બીડી ની રીતસર ની કાળાબજારી થતી જોવા મળી હતી જેથી આજે હળવદ મામલતદાર કચેરી ખાતે પાન-બીડીના  વેપારીઓ સાથે મામલતદાર એ બેઠક યોજી નિયમ મુજબ દુકાનો ખોલવા જણાવાયુ છે અને ખાસ કરીને કાળા બજારી ન કરવા માટે પણ વેપારીઓને અપીલ કરાઇ હતી. ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા નિયમોને આધીન પાન-મસાલાની દુકાન ખોલવા માટે મંજૂરી અપાઇ હતી જેથી  બંધાણીઓ માં આનંદ છવાયો હતો પરંતુ આનંદ ત્યારે ઓછરાયો કે જ્યારે મોટાભાગની પાનની દુકાનો ખુલ્લી જ નહીં હળવદમાં પાન,બીડી તબાકું ના મોટાભાગના હોલસેલરોએ પૂરતો જથ્થો હોવા છતાં તેની સંગ્રહખોરી કરી ત્યારબાદ આ જથ્થો કાળા બજારમાં વેચવા માટે નો ખેલ શરૂ કર્યો જેને કારણે છૂટછાટ મળી હોવા છતાં પણ બંધાણીઓ ને પાન,માવા બીડી તબાકું કાળા બજારમાં જ લેવા મજબુર થવું પડતું સાથે જ હળવદમાં મોટાભાગની પાન, બીડી, તબાકુંના હોલસેલરો એ દુકાનો ન ખોલતાં આજે મામલતદાર કચેરી ખાતે  મામલતદાર દ્વારા પાન-મસાલાના વેપારીઓ ને બોલાવી નિયમ મુજબ દુકાનો ખોલવા જણાવાયું છે જોકે હવે જોવાનું એ રહ્યું કે હોલસેલરો મામલતદાર નું માને છે..? કે પછી પોતાની મનમાની ચલાવે છે??

હળવદમાં તબાંકુ ગાડી ભરીને આવી તેમ છતાં આજે દુકાનો ન ખુલ્લી?

હળવદ શહેરમાં ગઈકાલે તબાકુંની એક ગાડી ભરીને આવી હતી અને શહેરના મોટાભાગના હોલસેલરો તબાકું લઈ ગયા હતા જોકે તેમ છતાં પણ હળવદમાં આજે મોટાભાગની પાન બીડી તબાકું ના હોલસેલરોએ દુકાનો ના શટર બંધ રાખ્યા હતા જેથી લોકોમાં એક એવી પણ ચર્ચા વહેતી થઈ છે કે હાલ અત્યારે પણ ૨૦૫ ની પ્રિન્ટ ના તબાકુંના ડબલા ના ૪૦૦ થી ૫૦૦ રૂપિયા વસૂલવામાં આવે છે.

ગીર ગઢડામાં પાન-બીડીની દુકાનોને હજી અલીગઢી તાળા

તમાકુની જ્થાબંધ દુકાનો કોના પગ નીચે દબાયેલી છે ખુલતિજ નથી તમાકુ બીડી વેચતી જથ્થાબંધ ની દુકાનો ખોલવામાં આટલી વાર કેમ.કાળાબજાર આ કોણ કરાવી રહ્યા છે અત્યાર સુધી દુકાનો બંધ હતી તો માલની બસત થય હોય તો આ  અસત કેમ બતાવવામાં આવે છે. આની પાછળ મોટાપાયે કાળાબજારીયા નો હાથ હોય તેવુ પસ્ટ દેખાય રહ્યું છે થોડા દિવસ પહેલા તંત્ર સમક્ષ માંગ ઉઠી રહી હતી તો અત્યારે આ દુકાનો બંધ કેમ છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. તમાકુ બીડી સિગારેટ સોપારી બજર ઈત્યાદિ માલસામાનની હોલસેલ ધંધો કરતી દુકાનો બંધ હોવાને લીધે આ બધીજ વસ્તુઓ કાળાબજાર મા વેસાઈ રહી છે. કાળાબજારીયાઓ ના લાભાર્થે અધોષીત તમાકુ બંધી કરવામાં આવી હોય તેવુ પસ્ટ પણે દેખાય રહ્યું છે જ્યારે ત્રીજા લોકડાઉન વખતે દૂકાનો ખોલવા માંગ ઉઠી રહી હતી. હવે તંત્ર એ છુટ આપી છે ત્યારે શા માટે આ દુકાનો બંધ છે લોકો ના મનમા એકજ સવાલ ગુંજી રહ્યો છે કાળાબજાર કરનાર એવુ માની રહ્યા છે કે એ દુનીયા હે કાલા બાજાર પૈસા બોલતા હૈ આ ગીત ને કાળાબજારીયાનુ સંમર્થન.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.