કોરોનાની મહામારી વચ્ચે ૧૪ બાળકોને શિક્ષણ અપાઇ રહ્યું હતુ
હાલ કોરોના મહામારીને કારણે દેશભરની તમામ શાળા કોલેજ બંધ રાખી સરકાર નાના બાળકોને કોરોનાથી બચાવવા પ્રયાસ કરી રહી છે. આવા સમયે શહેરમાં બે જગ્યાએ ચાલતા ખાનગી ટયુશન સંચાલક સામે મામલતદાર અને શાસનાધિકારી એ લાલ આંખ કરી ટયુશન કલાસ બંધ કરાવ્યા હતા.
શહેરમાં ખાનગી ટયુશન સંચાલકો પોતાની ઘરો બાળકો ને બોલાવી શિક્ષણ આપી રહ્યા છે તેવી બાતમી શહેરના મામલતદાર જી.એ. મદાવદીયાને મળતા શાસના અધિકારી પટેલને સાથે રાખી પ્રથમ આદર્શ સોસાયટી શ્રી એપાર્ટમેન્ટ બ્લોક નં. સી-૧૧ માં પોતાના ઘરે મીનાબેન રાજેશભાઇ ટીલવા ટયુશન કલાસ ચલાવતા હોવાની ફરીયાદ અન્વયે શાસનના અધિકારી પટેલને સાથે રાખી તપાસ કરતા ૬ નાના બાળકોને ટયુશન આપતા હોવાનું જાહેર થતા કલાકસ બંધ કરાવ્યા હતા. જયારે બીજા બનાવમાં આદર્શ સોસાયટી શ્રી એપાર્ટમેન્ટમાં સુધાબેન દિનેશભાઇ ડેડાણીયા પોતાના ઘરે ટયુશન ચલાવી રહ્યા છે. તેવી ફરીયાદને આધારે તપાસ કરતા સુધાબેન પોતાના ઘરે આઠ બાળકોને ટયુશન આપી રહ્યા હતા આ બન્ને ટયુશન કલાસમાંથી કુલ ૧૪ બાળકો તે ટયુશન અપાતા બન્ને ટયુશન કલાસ બંધ કરાયા હતા. જયારે બન્ને ટયુશન કલાસીસના સંચાલકો પાસે માફી પત્ર ભરાવી કડક ચેતવણી અપાઇ હતી.
વાલીઓને મામલતદાર જી.એમ. મદાવદીયાએ અપીલ કરતા જણાવેલ કે બે દિવસ પહેલા શહેરમાં લોકલ ટ્રાન્સમીશન કોરોના કેસ આવેલ તે શહેર માટે લાલબતી સમાન છે ત્યારે આપતા બાળકોને બને ત્યાં સુધી ઘરની અંદર સુરક્ષીત રાખો આપણું એકનું બાળક નહિ સમગ્ર દેશના બાળકો આજે શિક્ષણથી વંચીત છે ત્યારે શિક્ષણના મોહ પાછળ બાળકના આરોગ્યને જોખમમાં મુકવુ કેટલા અંશે વ્યાજબી છે? આ સાથે ખાનગી ટયુશન સંચાલકોને પણ શાનમાં સમજી પોતાના વેપારના હાટડા બંધ કરી દેવા મામલતદાર જી.એમ. મદાવદીયાએ ચેતવણી આપી છે.