પોલીસ, જીઇબી બાદ મામલતદાર કચેરી પણ ઝપટે…..
ચાર દિવસ પહેલા મામલતદારની ઉ૫સ્થિતિમાં મળેલી બેઠકમાં હાજર રહેલા લોકોનું શું? ઉઠતા સવાલો
ઉપલેટામાં કોરોના રોગે એક માસમાં ભારે તરખાટ મચાવી દીધો છે. અત્યાર સુધીમાં ૧૧૭ જેટલા કેસ નોંધાઇ ચુકયા છે. તેમાં લોકોની ઘોર બેદરકારી સામે આવી રહી છે. સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકો ખુલ્લે આમ ગામમાં ફરી રહ્યા છે. ઉપરાંત હોમ કોરોન્ટાઇન થયેલા લોકો ગામમાં ફરી રહ્યા છે. આવા લોકોની સામે પગલા લેવાયા હોય તો મામલતદારને કોરોનાનો ભોગ બનવાનો વારો ના આવ્યો હોત તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.
ગઇકાલે ઉપલેટાના મામલતદાર જી.એમ. મહાવદિયાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્રમાં ભારે અફડા તફડી મચી જવા પામી હતી. આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલીક મામલતદાર જી.એમ. મહાવદિયાને સર્કિટી હાઉસથી સીધા રાજકોટ સિવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. આ સાથે તાલુકામાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા ૧૧૭ પહોંચી ગઇ છે.
છેલ્લા આઠ દિવસથી કોરોના શહેરમાં મુકાન કરીને બેઠો હોય તેમ જી.ઇ.બી. કચેરીના કર્મચારી બાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે મહિલા અને ૧ પુરૂષ પોલીસને કોરોના પોઝીટીવ આવ્યા બાદ ગાંધી ચોકમાં બ્રેડ પકોડાનો વ્યવસાય કરતા િ૫તા-પુત્ર બાદ શહેરમાં કુટુંબ ખાતા પાસે મામસ પાન ધરાવતા મુનાફ અજીજ સુવાળ પિતા-પુત્રને પણ કોરોના પોઝિટીવ આવ્યો છે. આમ શહેરમાં છેલ્લા એક માસમાં કોરોનાના કેસમાં નોંધ પાત્ર વધારો જોવા મળ્યો છે. ગઇકાલે મામલતદાર જી.એમ. મહાવદિયાને કોરોના આવ્યો તે પહેલા મામલતદાર કચેરીમાં શહેરના પી.આઇ. આરોગ્ય અધિકારી, મુસ્લીમ સમાજના આગેવાનોની શહેરમાં કોવિડ સેન્ટર ખોલવા માટેની ચર્ચા વિચારણા કરવા માટે મીટીંગ મળી હતી. આ મીટીંગમાં હાજર રહેલા ઘણા લોકો સંક્રમિત લોકોના સંપર્કમાં આવ્યા હોય છે. ત્યારે મામલતદારને કોરોના આવતા આ લોકોનું શું? તેવા સવાલ લોકોમાં પુછાઇ રહ્યાં છે.
મામલતદાર કચેરીનો સ્ટાફ પણ સંપર્કમાં આવ્યો હોવાને કારણે ગઇકાલ સવારથી સ્ટાફની આરોગ્ય વિભાગ દ્વારા સઘન રીતે તપાસણી થઇ રહી છે. જયારે મામલતદાર સર્કિટ હાઉસમાં રહેતા હોવાથી સર્કિટ હાઉસને આરોગ્ય વિભાગ દ્વારા સઁપૂર્ણ સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું.
મામલતદારને બે દિવસથી તાવની અસર રહેતી હતી
મામલતદાર ઓફીસમાં કોવિડ સેન્ટર ખોલવા માટે મળેલી મીટીંગ બાદ છેલ્લા બે દિવસથી મામલતદારને તાવની અસર રહેતી હતી. આથી ડોકટરોએ છાતીનો એકસ-રે તેમજ સોનોગ્રાફી કરવાની સલાહ આપતા મેડીકલ ચેક અપ કરતા મામલતદારને કોરાનાના લક્ષ્ણો બહાર આવ્યા હતા.
ત્રણ દિવસ માટે મામલતદાર કચેરી બંધ રહેશે
મામલતદાર જી.એમ. મહાવદિયાને કોરોના પોઝિટીવ આવતા આજથી ત્રણ દિવસ સુધી કચેરીમાં રજા રાખવામાં આવશે. જયારે કચેરીમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને પોતાની ઘરે રહેશે.