મમતા બેનર્જીના બે મંત્રીઓ અને બે નેતા નારદા લાંચ મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. બે મંત્રીઓમાંથી એક તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય અને બીજા તૃણમૂલના ભૂતપૂર્વ સદસ્ય હતા. નારદા લાંચ મામલામાં ધરપકડ બાદ કલકત્તા હાઇકોર્ટે શુક્રવારે આ આદેશ આપતા કહ્યું કે, ‘બંને મંત્રીઓ હાલના સમયમાં નજરકેદ રહેશે. આ સાથે મંત્રીઓની જામીન અરજી પર ત્રણ સભ્યોની બેંચ સુનાવણી કરશે.’ આ અઠવાડિયાની શરૂઆતમાં CBI દ્વારા નારદા લાંચ કેસમાં બે મંત્રી સહીત કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
બે સભ્યોની બેંચના ન્યાયાધીશોનો મત અલગ અલગ હોવાથી હાઇકોર્ટે આખરે નજરકેદ રહેવાનો આદેશ આપ્યો છે. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલે નેતાઓને ધરપકડ કરવાનો આદેશ આપ્યો, જ્યારે જસ્ટિસ અર્નેસ્ટ બેનર્જીએ વચગાળાના જામીનનો આદેશ આપ્યો હતો.
ન્યાયાધીશ બેનર્જીએ કહ્યું, ‘બેંચના એક સભ્યએ વચગાળાના જામીન આપવાનું યોગ્ય માન્યું, જ્યારે અન્ય સભ્ય અસંમત હતા. આ સ્થિતિમાં મોટી બેંચ વચગાળાના જામીન પર વિચારણા કરશે. આ દરમિયાન રોગચાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઘરે નજરકેદ રહેવાનો ફેંસલો આપ્યો.
આ દરમિયાન, CBI અને તૃણમૂલ કોંગ્રેસે નજરકેદનો વિરોધ કર્યો હતો. CBI વતી હાજર સોલિસીટર જનરલ તુષાર મહેતાએ આ નિર્ણયને રોકવાની માંગ કરી હતી. વરિષ્ઠ વકીલો અભિષેક સિંઘવી અને સિદ્ધાર્થ લુથરાએ મંત્રીઓ માટે વચગાળાના જામીન માટે દબાણ કર્યું હતું અને કહ્યું હતું કે, ‘જેમ બને તેમ જલ્દી મોટી બેંચની રચના કરવી જોઈએ. અને વચગાળાના જામીન મંજુર કરવા જોયે.’