પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસની સ્થિતિ ‘ગઢ આયા પર સિંહ ગયા’: દીદીને ગાદીએ બેસાડવા હવે બંધારણીય કવાયત
પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસની પરિસ્થિતિ ‘ગઢ આયા પર સિંહ ગયા’ જેવી સ્થિતિ વચ્ચે મમતા બેનર્જીને મુખ્યમંત્રી બનવું હોય તો બંધારણમાં શું જોગવાઈ છે તેની ચર્ચાઓ જોરમાં છે. બંધારણની કલમ 164 અને અન્ય સંવૈધ્ધાનીક જોગવાઈમાં મુખ્યમંત્રી, રાજ્યપાલ અથવા અન્ય મંત્રીઓ દ્વારા નિમણૂક પામે છે અને રાજ્યપાલની દેખરેખ હેઠળ મુખ્યમંત્રી કાર્યભાળ સંભાળી શકે છે. 164 (4) જોગવાઈમાં કોઈ મંત્રી 6 મહિના તરીકે મંત્રી રહ્યાં હોય અને વિધાનસભાના સભ્ય ન હોય તો મુદત પૂરી થયા બાદ તે મંત્રી બની શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ અંગે થયેલી ચર્ચામાં એક વ્યક્તિ જે વિધાનસભાના સભ્ય ન હોય તેને મુખ્યમંત્રી બનાવી શકાય ના મુદ્દે ન્યાયમૂર્તિ વર્મા અને સિંગની ખંડપીઠે ઉત્તરપ્રદેશમાં ઉભા થયેલા નીતિશકુમારના કેસમાં આદેશ આપ્યો હતો.
હારેલા ઉમેદવાર અને ન ચૂંટાયેલા ઉમેદવારને એક લાકડીએ હાકી ન શકાય. મમતા બેનર્જી માટે હવે સંવૈદ્ધાનીક જોગવાઈનો અભ્યાસ કરવામાં આવી રહ્યાં છે. હાઈકોર્ટના અગાઉ આપેલા ચુકાદાઓ અને માર્ગદર્શક ચૂકાદા તેમજ જોગવાઈના આધારે મમતા બેનર્જીને મુખ્યમંત્રી બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ અગાઉ જે ઘટનાક્રમો અને ચૂંટાયેલા ન હોય અને હારેલાઓને મુખ્યમંત્રી બનાવવાની જોગવાઈની સમીક્ષા થઈ રહી છે.
છ મહિનાના મંત્રી પદના કાર્યકાળની જોગવાઈ અને રાજ્યપાલ દ્વારા કરવામાં આવતી નિમણૂંકોમાં હારેલા ઉમેદવાર અને ચૂંટણી ન લડેલા ઉમેદવારોને એક જ લાકડીએ હાકી ન શકાય તે માટેની જોગવાઈઓ અલગ અલગ છે. મમતા બેનર્જીની નંદીગ્રામમાંથી પરાજય થવાની સ્થિતિમાં તૃણમુલ કોંગ્રેસ માટે 100 મણનો સવાલ ઉભો થયો છે. બંધારણમાં હારેલા માટે અને ન ચૂંટાયેલા માટે શું જોગવાઈ છે તેની સમીક્ષાનો પ્રશ્ર્ન ઉભો થઈ રહ્યો છે.