મમતાના વિરોધ સામે એનટીએની સ્પષ્ટતા: ગુજરાત સરકારની વિનંતીના પગલે પરીક્ષા ગુજરાતીમાં લેવાય છે, અન્ય રાજ્યો પણ તેમની પ્રાદેશિક ભાષામાં પરીક્ષા લેવા વિનંતી કરી શકે છે
પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જોઈન્ટ એન્ટ્રસ એકઝામ (જેઈઈ મેઈન) ગુજરાતી ભાષામાં યોજવાના નવા વિકલ્પને બુધવારે ટીકા કરી હતી. મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારને પુછયું કે, બંગાળ સહિત તમામ અન્ય પ્રાદેશિક ભાષાઓમાં જેઈઈ મેઈન કેમ યોજાતી ની અને ગુજરાતીમાં જેઈઈ મેઈનનું પેપર ઉમેરવા કેન્દ્રની ભારે ટીકા કરી હતી.
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈએ ૨૦૧૪માં ઉર્દુ, મરાઠી અને ગુજરાતી ભાષાને પરીક્ષાના માધ્યમ તરીકે જોડી હતી જો કે ૨૦૧૬માં ઉર્દુ અને મરાઠીને હટાવી દીધી હતી પરંતુ હિન્દી અને અંગ્રેજીની સો ગુજરાતી ભાષામાં પરીક્ષા આપવાના વિકલ્પને યાવત રાખ્યા હતા. પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટવીટ કરી કહ્યું હતું કે, જોઈન્ટ એન્ટ્રસ એકઝામ લાંબા સમયી અંગ્રેજી અને હિંદી ભાષામાં લેવાઈ રહી છે અને હવે તેમાં ગુજરાતી ભાષા પણ જોડવામાં આવી છે આ પગલું બિલકુલ પ્રશંસનીય ની. જો ગુજરાતી ભાષા ત્યાં છે તો બંગાળી સહિત તમામ પ્રાદેશીક ભાષાઓ પણ ત્યાં હોવી જોઈએ. આટલા ધર્મો સંસ્કૃતિઓ, ભાષાઓ, અને સમુદાયોનું એક કેન્દ્ર છે તો જેઈઈ મેઈન બંગાળી ભાષામાં પણ જોડાવી જોઈએ.
આ બાબતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજય વર્ગીયાએ ટવીટ કરતા બંગાળના મુખ્યમંત્રીને ડીવાઈડર દીદી ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, બંગાળે ક્યારેય બંગાળીમાં જેઈઈ મેઈન યોજવાની વિનંતી કરી ની. જેઈઈ ૨૦૨૦ના જાહેરનામા પ્રમાણે એપ્લીકેશનો ભરતી વખતે ઉમેદવારોએ પ્રશ્ર્નપત્રની ભાષા પસંદ કરવી પડશે. બધા કેન્દ્રો શહેરોમાં માટે પ્રશ્ર્નપત્રની ભાષા અંગ્રેજી અને હિન્દીમાં હશે. ગુજરાતમાં દમણ, દીવ અને દાદરા નગર હવેલી માટે ભાષાઓ અંગ્રેજી અને હિન્દી તેમજ ગુજરાતીમાં હોવી જોઈએ. જેઈઈએના પ્રશ્ર્નપત્રો ફકત હિન્દી અને ગુજરાતીમાં સેટ કરવું તે ગેરબંધારણીય છે તેમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટવીટ કરી જણાવ્યું હતું.