જળ, જમીન અને જોરુ કજીયાના છોરુ કહેવતથી રાજકોટમાં કંઇ અલગ જ છે. સાવ સામાન્ય બાબતે સરા જાહેર હુમલા થવાની ઘટના રોજીંદી બની ગઇ છે. ભાણેજને બાઇક ધીમે ચલાવવાનું કહેનારને ઠપકો દેવા આવેલા મામા સીન સપાટા કરતા તેના પર સાત થી આઠ જેટલા અજાણ્યા શખ્સોએ ધોકાથી હુમલો કર્યો હતો. થાર કારમાં ભાણેજનું ઉપરાણું લઇને આવેલા મામા ઘવાતા પોલીસવાનમાં સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
રાષ્ટ્રીય શાળા પાસે નજીવી બાબતે ઇમીટેશનના વેપારી પર ધોકાથી હુમલો: થાર કારમાં આવેલા યુવકને પોલીસવાનમાં હોસ્પિટલ લઇ જવાયો
રાષ્ટ્રીય શાળા જી.જે.3એમઆર. 0019 નંબરની થાર કાર લઇને આવેલા યુવક પર સાત થી આઠ જેટલા અજાણ્યા શખ્સોએ ધોકાથી હુમલો કરતા ઘટના સ્થળે ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. અને ટ્રાફિક જામ થઇ ગયો હતો દરમિયાન કોઇએ પોલીસ કંટ્રોલ રુમમાં ફોન કરતા પોલીસવાન રાષ્ટ્રીય શાળા રોડ પર આવી જતા હુમલો કરનાર શખ્સો ભાગી ગયા હતા. થાર કારમાં આવેલા ઘવાયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
પોલીસની તપાસ દરમિયાન રાષ્ટ્રીય શાળામાં ફિઝીયોથેરાપીનો અભ્યાસ કરતા મિહિર અરજણભાઇ છૈયા નામના 21 વર્ષના આહિર યુવાનને બાઇક ધીમે ચલાવવા બાબતે કોઇએ ઠપકો દીધો હતો. આથી મિહિર છૈયાએ રણછોડનગરમાં રહેતા અને ઇમીટેશનનું કામ કરતા પોતાના મામા હિરેનભાઇ બચુભાઇ નામના 28 વર્ષના યુવાન પોતાની થાર કાર લઇને આવ્યા હતા. મિહિર છૈયાને ઠપકો દેનાર શખ્સોને પર હુમલો કરવાના ઇરાદે હિરેન આહિર પોતાા સાગરિતો સાથે ધોકા અને છરી સાથે થાર કાર લઇને હિરેન આહિર આવ્યો હતો.
આ સમયે રાષ્ટ્રીય શાળામાં લગ્ન પ્રસંગ ચાલુ હોવાથી કેટલીક વ્યક્તિઓએ હિરેન આહિરને સમજાવી અત્યારે જતું રહેવા કહ્યું હતુ પરંતુ પોતાના ભાણેજને કોણે રોકયો તેમજ કહી મહિલાઓની હાજરીમાં અજણછાતું વર્તન કરતો હોવાથી સાત થી આઠ જેટલા શખ્સોએ ધોકાથી હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે.