પતિના મિત્ર પ્રેમ સંબંધ બંધાયા બાદ રૂ.૫૦ હજાર પડાવવા મોબાઇલમાં પાડેલા ફોટા વાયરલ કરવાની ધમકી દેતા કર્યો આપઘાતનો પ્રયાસ

શહેરના ભવાની ચોક પાસે આવેલા મહેશ્વરી સોસાયટીની પરિણીતાને પાડોશી શખ્સે મોબાઇલમાં પાડેલા ફોટા વાયરલ કરવાની ધમકી દઇ પૈસાની માગણી કરી બ્લેક મેઇલીંગ કરતા કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યાનું પોલીસમાં નોંધાયું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મહેશ્વરી સોસાયટીમાં રહેતી ફરજાનાબેન અયુબભાઇ કડીવાર નામની ૩૦ વર્ષની મુસ્લિમ પરિણીતાએ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.

ફરજાના કડીવારની પૂછપરછ દરમિયાન પોતાના પાડોશમાં રહેતા સલીમ અજમેરી સાથે મિત્રતાના સંબંધ હતા ત્યારે તેને મોબાઇલમાં પાડેલા ફોટા વાયરલ કરવાની ધમકી દઇ બ્લેક મેઇલીંગ કરી રૂ.૫૦ હજારની માગણી કરતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યાનું પોલીસ પૂછપરછમાં જણાવતા પોલીસે સલીમ અજમેરી સામે બળજબરીથી પૈસા પડાવવા ધમકી દીધા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

ફરજાનાબેન કડીવારના ૧૨ વર્ષ પહેલાં અયુબ સાથે લગ્ન થયા હતા. અયુબના મિત્ર સલીમ અજમેરી અવાર નવાર ઘરે આવતો હોવાથી તેની સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. સલીમ અજમેરી અને ફરજાના કડીવાર અવાર નવાર એકાંતમાં મળતા હતા દરમિયાન ગત જાન્યુઆરી માસમાં રૂ.૫૦ હજાર રોકડા અને અઢી તોલા સોનાનો સેટ ફરજાનાએ પોતાના પરિણીત પ્રેમી સલીમ અજમેરીને આપ્યા હતા.

ફરજાના પોતાના પરિણીત પ્રેમી સલીમને મળતી ત્યારે પોતાની એકાંતની પળોના મોબાઇલમાં ફોટા અને વીડિયો રેકોર્ડીંગ કરી લીધા હતા તેમજ પોતાના બે મોબાઇલ પણ સલીમ અજમેરીએ લઇ લીધા બાદ ફરજાનાને સોનાના ઘરેણા અને પૈસા પરત આપવા ધ્રોલ બોલાવ્યા બાદ એક રાત રોકી ઘરેણા કે પૈસા આપ્યા ન હતા અને તુફાનમાં રાજકોટ મોકલી દીધી હતી.

સલીમ અજમેરીએ પોતાનો અને પ્રેમીકા ફરજાનાના બંને મોબાઇલ સ્વીચ ઓફ કરી દેતા ફરજાના સલીમ અજમેરીના ઘરે જઇ તેની પત્ની સલમા સાથે વાત કરતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ફરજાના પોતાનો જીવ બચાવી ઘરે જતી રહેતા તા.૨૦ જાન્યુઆરીએ સલીમની પત્ની સલામા તેના પિતા હસન, હમીદા, બંનેવી સાજીદ, યુનુસ, અસ્લમ, આરજ, ભાભી સાહીન સહિતના શખ્સો માર માર્યો હતો તેમજ સલીમ અજમેરીએ બે દિવસ પહેલાં ફોન કરી રૂ.૫૦ હજારની માગણી કરી વીડિયો રેકોર્ડીંગ વાયરલ કરવાની ધમકી દેતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.