વૃધ્ધાના પુત્રે રૂ. 36,000ની સોનાની બંગડીની લૂંટની અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધી સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના માલવણમાં રાત્રે 2 વાગ્યે ઘરમાં ઘૂસી વૃધ્ધાના મોંઢે ડુચો દઇ હાથમાં પહેરેલી સોનાની બે બંગડીઓની લૂંટની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.
આ બનાવ અંગે લૂંટનો ભોગ બનેલા વૃધ્ધાના પુત્રે રૂ. 36,000ની સોનાની બંગડીની લૂંટની અજાણ્યા શખ્સ સામે પોલિસ ફરીયાદ નોંધાવતા પોલિસે લૂંટારાને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.પાટડી તાલુકાના માલવણ ગામે ડિસ્ટ્રીક્ટ બેંકની બાજુમાં રહેતા ચંદુભાઇ કલ્યાણભાઇ પટેલ કે જેઓ અમદાવાદ રહે છે. અને એમના વૃધ્ધ માતા માલવણ ગામે ઘેર એકલા જ રહે છે.
તેઓ રાત્રે ઘરમાં પોતાના ઘરમાં ફળીયામાં સૂતા હતા. ત્યારે રાત્રીના અંધારામાં એક અજાણ્યા શખ્સ એમના ઘરમાં પ્રવેશ કરી ફળીયામાં સૂતેલા વૃધ્ધાના મોંઢામાં ડૂચો નાંખી વૃધ્ધાએ હાથમાં પહેરેલી સોનાની બે બંગડીઓની લૂંટ કરી અંધારામાં પલાયન થઇ ગયો હતો. આ બનાવ અંગે વૃધ્ધાના પુત્ર ચંદુભાઇ કલ્યાણભાઇ પટેલે આ બનાવ અંગે અજાણ્યા લૂંટારૂ શખ્સ વિરુદ્ધ લૂંટ અંગેનો ગુન્હો દાખલ કરતા પોલિસે લૂંટારૂ શખ્સને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ કેસની વધુ તપાસ બજાણા પીએસઆઇ ડી.જે.ઝાલા ચલાવી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અને તેના તાલુકા મથકોમાં કાયદો વ્યવસ્થા સં દ તર પણે નિષ્ફળ હોવાનું પુરવાર થઈ રહ્યું છે ત્યારે જિલ્લા અને તેના તાલુકા મથકોએ ફાયરિંગની ઘટના તેમ જ લૂંટની ઘટનાઓ પણ બની રહી છે છેડતીના બનાવો સામે આવી રહ્યા છે અને હની ટ્રેક પણ ઘટનાઓ સામે આવી છે