સ્પર્ધાત્મક પરીક્ષા સેન્ટ્રલાઇઝ કરાતા ભણતર અંધકાર તરફ!

બોર્ડની પરીક્ષાનાં કે સ્પર્ધાત્મક પરીક્ષાઓનાં પેપર ફૂટી જાય એ સામાન્ય

થઈ ગયું છે પણ ‘નીટ’માં ગેરરીતિઓ થાય એ તો હદ થઈ ગઈ કહેવાય!!!

દેશમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ સેન્ટ્રલાઇઝ થતા ભણતર જાણે અંધકાર તરફ થયું હોય તેમ લાગી રહ્યું છે.નીટ-નેટ-ટેટ-ટાટમાંગોટાળા, ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ શરૂ થઈ ગઈ.છેલ્લાં કેટલાંક વરસોમાં બોર્ડની પરીક્ષાનાં કે સ્પર્ધાત્મક પરીક્ષાઓનાં પેપર ફૂટી જાય એ સામાન્ય થઈ ગયું છે પણ ‘નીટ’માં ગેરરીતિઓ થાય એ તો હદ થઈ ગઈ કહેવાય. ‘નીટ’ આપનારા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શ્રેષ્ઠ ડોક્ટર બનવા માગતા દેશના સૌથી તેજસ્વી વિદ્યાર્થીઓ ગણાય છે ને તેમની જિંદગી સાથે રમત થાય એ અસહ્ય કહેવાય. બીજા પ્રકારની ગેરરીતિઓ પણ વ્યાપક થાય છે. ગુજરાત તો સ્પર્ધાત્મક પરીક્ષાઓનાં પેપર ફૂટવા માટે વગોવાઈ જ ગયું છે.આવી જ એક ગેરરીતિમાં દેશની મેડિકલ કોલેજોમાં એમબીબીએસ સહિતના અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટમાં ભારે ભ્રષ્ટાચારના આક્ષેપો થયેલા. ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે સૌથી અઘરી મનાતી ‘નીટ’માં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કરીને વિદ્યાર્થીઓએ આખી પરીક્ષા જ ફરી લેવાની માગ કરી હતી. આ ભ્રષ્ટાચાર અને ગેરરીતિમાં સૌથી મોટો મુદ્દો ગ્રેસ માર્ક્સનો હતો. આવી ગેરરીતિઓએ વિધાર્થીઓના ભાવીને જોખમમાં મૂક્યું છે.નીટ લેનારી કેન્દ્ર સરકારની નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએએ 1563 વિદ્યાર્થીને ગ્રેસ માર્ક્સ આપ્યા તેમાંથી 790 વિદ્યાર્થી નીટ’માં પાસ થઈ ગયા અને એમબીબીએસ સહિતના કોર્સમાં એડમિશન માટે લાયક ઠર્યા હતા. એનટીએએ આ 790 વિદ્યાર્થીને ગ્રેસ માર્ક્સ ના આપ્યા હોત હોત ‘નીટ’ પાસ ના કરી શક્યા હોત.આ ગ્રેસ માર્ક્સ અને નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ સામે સુપ્રીમ કોર્ટમાં કેસ થયેલો. એનટીએ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયના તાબા હેઠળ કામ કરે છે તેથી ગ્રેસ માર્ક્સના કૌભાંડના કારણે કેન્દ્ર સરકારના મંત્રીઓ અને અધિકારીઓ ભ્રષ્ટાચારમાં સામેલ હોવાના આક્ષેપ થયેલા. આબરૂ બચાવવા માટે કેન્દ્ર દ્વારા એવી દરખાસ્ત મૂકવામાં આવી હતી કે, ગ્રેસ માર્ક્સ મેળવનાર 1563 ઉમેદવારોના સ્કોરકાર્ડ રદ કરવામાં આવે અને ગ્રેસ માર્ક્સ વિના સ્કોરકાર્ડ આપવામાં આવશે.કેન્દ્ર સરકાર 1563 વિદ્યાર્થીઓને સાવ કોરાણે મૂકીને આખી વાતનો વીંટો વાળી દેવા માગતી હતી કે જેથી આ વિવાદ પર કાયમ માટે પડદો પડી જાય પણ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, આ ઉમેદવારોની હવે 23 જૂને ફરી પરીક્ષા લેવામાં આવશે અને 30 જૂન પહેલાં પરિણામ જાહેર કરવામાં આવશે કે જેથી જુલાઈમાં શરૂ થતા કાઉન્સેલિંગને અસર ન થાય. પહેલાં નક્કી કરેલી 6 જુલાઈની તારીખથી તમામ બાળકોનું કાઉન્સેલિંગ એક સાથે થઈ શકે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રના આ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે કે, પરીક્ષામાં બેસવા માંગતા ન હોય તેવા ઉમેદવારનું પરિણામ ગ્રેસ માર્ક્સ વિના જૂના સ્કોરકાર્ડના આધારે જ ગણવામાં આવશે.એનટીએ કેન્દ્ર સરકારનાં શિક્ષણ મંત્રાલયના તાબા હેઠળ આવે છે. શિક્ષણ મંત્રાલયના અધિકારીઓ અને નેતાઓએ ભ્રષ્ટાચાર કરીને ધનિકો અને વગદારો પાસેથી નાણાં લઈને તેમનાં સંતાનોને પાસ કરાવી આપવાનો ધધો કર્યો હોવાનું કહેવાય છે. આ ચર્ચામાં કેટલો દમ છે તેની તપાસ થવી જ જોઈએ અને જે પણ ભ્રષ્ટાચારમાં સામેલ હોય તેમને સજા પણ થવી જ જોઈએ.

750 વિદ્યાર્થીઓએ નીટ-યુજીની પુન: આયોજીત પરીક્ષા ના આપી: એનટીએ

નીટ-યુજી પરીક્ષામાં ગ્રેસ માર્ક મેળવનારા 1563 ઉમેદવારોમાંથી 750 ઉમેદવારોએ રવિવારે ફરીથી પરીક્ષા આપી નથી. નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ રવિવારે એક નિવદેનમાં જાણકારી આપતા કહ્યું છે કે નીટ-યુજી પરીક્ષા આપવાની હતી પરંતુ તેમાંથી 48 ટકા વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા આપવામાં આવ્યા ન હતા. સુપ્રિમ કોર્ટના આદેશ બાદ ગ્રેસ માર્ક આપવામાં આવેલા 1563 વિદ્યાર્થીઓએ રવિવારે ફરીથી પરીક્ષા આપવાની હતી. એનટીએ દ્વારા જાહેર કરોલા ટેડામાં કુલ વિદ્યાર્થીઓમાંથી 813 વિદ્યાર્થીઓ પુન: પરીક્ષા માટે હાજર રહ્યા હતા. જ્યારે 750 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. એનટીએ છતીસગઢ, ગુજરાત, હરિયાણા, મેઘાલય અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢમાં પુન: પરીક્ષા માટે 7 જેટલા કેન્દ્રો બનાવ્યા હતા.

ગઘ છઊ-ગઊઊઝના બેનરો સાથે પરીક્ષા ફરી લેવા સામે વિદ્યાર્થીઓનો વિરોધ

નીટ-યુજી પરીક્ષામાં કથિત ગેરરિતીઓને લઇને વિવિધ સ્થળોએ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ થયા છે ત્યારે રાજકોટમાં રવિવારે વિદ્યાર્થીઓએ પુન: પરીક્ષાને લઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓએ સખત મહેનત કરીને પરીક્ષા આપી હતી અને માર્કસ મેળવ્યા હતા. તેથી ફરીથી પરીક્ષા ન આપવી જોઇએ. જે વિદ્યાર્થીઓ 600થી ઓછા માર્ક્સ મેળવ્યા છે. તેઓ ફરીથી નીટની માંગ કરી રહ્યા છે. દોઢ મહિનાના અંતરાલ પછી ફરીથી સારો સ્કોર કરવો સરળ રહેશે નહિં. આ અમારા ભવિષ્ય સાથે રમવા જેવું છે. જેના સારા માર્ક્સ છે. તે ફરીથી પરીક્ષા શા માટે આપે? તેમ વિદ્યાર્થીઓ જણાવ્યું હતું અને નો-રી-નીટના બેનરો સાથે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે જે સેન્ટરમાં ગોટાળો થયો છે ત્યાં જ ફરીથી પરીક્ષા લેવાવી જોઇએ.

પીજી-નીટ છેલ્લી ઘડીએ રદ્ થતા હજારો વિદ્યાર્થી-વાલીઓ હેરાન

મેડિકલમાં પ્રવેશ માટે લેવાયેલી નીટના વિવાદના પગલે રવિવારે સમગ્ર દેશમાં લેવાનારી પોસ્ટ ગ્રેજ્યુએશન નીટની પરીક્ષા પણ મોડી રાત્રે રદ્ કરવામાં આવતા હજ્જારો વિદ્યાર્થી-વાલીઓએ ભારે હેરાનગતિ ભોગવવી પડી હતી. પીજી-નીટ આપનારા વિદ્યાર્થીઓએ જે શહેરમાં સેન્ટર આવ્યું હતું ત્યાં એક દિવસ અગાઉ પહોંચી ગયા બાદ મોડી રાત્રે અચાનક પરીક્ષા સ્થગિત કરવાની જાહેરાતના કારણે વિદ્યાર્થી-વાલીઓ આઘાતજનક સ્થિતિમાં મૂકાઇ ગયા હતા. આ સાથે જ યુજી-પીજી મેડિકલની પરીક્ષાને લઇને મેડિકલ જગતમાં ચાલતી ભારે અરાજકતાને કારણે વિદ્યાર્થીઓનું હવે શું થશે. તેની દ્વિધામાં મૂકાઇ ગયા હતા. મેડિકલનો અભ્યાસ પૂરો કર્યા બાદ પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ એટલે કે એમ.ડી.-એમ.એસ.માં પ્રવેશ માટે પીજી-નીટ લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાંથી અંદાજે પોણા ત્રણ લાખ અને ગુજરાતમાંથી સાડા સાત હજાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેવાના હતા. જો કે, છેલ્લી ઘડીયે આ પરીક્ષા રદ્ થતા હજ્જારો વિદ્યાર્થીઓના ભાવિ પર પ્રશ્ર્નાર્થ મૂકાયો છે.

નીટની પરીક્ષાની ગેરરીતિની તપાસ સીબીઆઇને સોંપતી રાજય સરકાર

ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર. નોંધાયા બાદ સરકારનો મોટો નિર્ણય

નીટ યુજી-2024 ની પરીક્ષામાં થયેલી ગેરરીતિની એફઆઇઆર ગોધરા પોલીસ સ્ટેશનમાં નોંધાવા બાદ રાજય સરકાર દ્વારા આ એફઆરઆઇની તપાસ સી.બી.આઇ. ને સોંપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આગામી દિવસોમાં સીબીઆઇ દ્વારા ઝીણવટ ભરી તપાસ કરવામાં આવશે.

નીટ યુજી- 2024ની ગત તારીખ 5 મે, 2024ના રોજ લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ડાયરેક્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન   ભારત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવેલી છે.

આ અંગેની તપાસ સી.બી.આઇ. દ્વારા કરવામાં આવી રહી છે. આ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં તારીખ 8 મે, 2024ના રોજ નોંધવામાં આવી છે.

આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તેવા હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી એફઆઇઆરની તપાસ  પણ રાજ્ય સરકારે સી.બી.આઇ.ને સોંપવાનો નિર્ણય કર્યો છે.

આ તપાસ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1946ની કલમ-6 અન્વયે સી.બી.આઇ.ને સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે આ સંદર્ભમાં નોટિફિકેશન પણ જારી કર્યું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.