કોરોનાકાળમાં છેલ્લા બે વર્ષમાં થીમ પાર્ક ઈમેજીકાની નાણાકીય હાલત ખરાબ, રૂ.1020 કરોડનું દેવું
જાણીતા બોલીવુડ નિર્માતા મનમોહન શેટ્ટી દ્વારા પ્રમોટ કરાયેલા ઈમેજીકાઓવર્લ્ડ એન્ટરટેઇનમેન્ટની ખરીદી માટે અહમદનગર સ્થિત માલપાની ગ્રુપે તૈયારી દાખવી છે. ઇમેજિકાની માલિકી મેળવવા માલપાની ગ્રુપે શરૂઆતની રૂપિયા 500 કરોડની બોલી લગાવી છે.
માલપાની ગ્રુપ કંપની તરફથી ઇમેજીકાને એકમાત્ર બંધનકર્તા બિડ પ્રાપ્ત થઈ છે આ કંપનીના ધીરેદારોને ઓછામાં ઓછા ₹ 1,020 કરોડના બાકી છે. મહારાષ્ટ્રમાં થીમ પાર્કથી લઈને ગ્રીન એનર્જી અને એફએમસીજી અને રિયલ એસ્ટેટ સુધીના હિતો ધરાવતા માલપાની ગ્રુપે બિડિંગ દસ્તાવેજમાં ઉલ્લેખિત જરૂરિયાતોને અનુરૂપ-5 કરોડની બેંક ગેરંટી રજૂ કરી છે. જે દર્શાવે છે કે માલપાની ગ્રુપ ઈમેજિકાની ખરીદી માટે કેટલુ ગંભીર છે.
આ સાથે સંબધિત એક વ્યક્તિએ જણાવ્યું છે કે માલપાની ગ્રુપે ₹ 500 કરોડથી વધુની બોલી લગાવી છે જેમાં ઇમેજીકામાં ધિરાણકર્તાઓ માટે ઇક્વિટી હિસ્સો શામેલ છે. ઇમેજિકાનું માલપાની ગ્રુપ દ્વારા સંપાદન તેના વર્તમાન વ્યવસાયો સાથે સંપૂર્ણ રીતે ફિટ થશે જેમાં થીમ પાર્કનો સમાવેશ થાય છે. આ સંપાદનથી તેમનો વ્યવસાય વધુ વિસ્તૃત બનશે તેમ એક અહેવાલમાં કંપનીએ જણાવ્યું છે. જણાવી દઈએ કે યુનિયન બેન્ક રૂપિયા 323 કરોડની મુખ્ય લોન ધરાવતી કંપનીની સૌથી મોટી લેણદાર બેંક છે.
ત્યારબાદ બેન્ક ઓફ બરોડા (BoB) 7237 કરોડ સાથે બીજા નંબરે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષમાં વધતા ખર્ચને કારણે ઇમેજિકા નાણાકીય દબાણનો સામનો કરી રહી છે. આશરે 1021 કરોડ રૂપિયાનું દેવું છે. કોવિડ રોગચાળાને કારણે આ દબાણો વધ્યા છે જેણે વિશ્વભરના થીમ પાર્ક બંધ કર્યા છે. ઇમેજિકાની પણ કંઈક આવી સ્થિતિ થઈ છે.