કુપોષિત બાળકના પાલકવાલી સાથે ‘સંવાદ’ કાર્યક્રમ યોજાયો

દત્તક લીધેલા બાળકોને તંદુરસ્ત બનાવવા સહિતની માહિતી અપાઈ 

 આ વખતના બજેટમાં પોષણ અભિયાન માટે ૩ હજાર કરોડની જોગવાઈ

રાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે  જણાવ્યું હતું કે ગુજરાતની ભાવિ પેઢીને સમૃધ્ધ બનાવવા અને નયા ભારતના નિર્માણમાં ગુજરાતને રોલ મોડલ બનાવવા ગુજરાતના બાળકો કુપોષણમુકત બને તે અત્યંત આવશ્યક છે.

HON. C.M. AT POSHAN ABHIYAN PALAK VALI SAVAD PORG. 10

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં અધ્યક્ષસ્થાને રાજકોટ વિધાનસભા-૬૯ હેઠળનાં કુપોષિત બાળકના પાલકવાલી સાથે સંવાદ કાર્યક્રમ મેયર બંગલા ખાતે યોજાયો હતો. તેમાં વોર્ડ નં-૧, ૨, ૩, ૭, ૮, ૯, ૧૦ના પાલકવાલીઓએ પોતાના  દતક લીધેલ બાળકોને તંદુરસ્ત બનાવવા સહિતના પગલાની માહિતી આપી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પોષણ અભિયાન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આપણા પૂર્વજોએ ગુજરાતને સમૃધ્ધ બનાવવાના જે નિર્ણયો  કર્યા હવે તેનાથી આગળ વધીને ગુજરાતને વધુ ઉંચાઇ ઉપર લઇ જવાનું કાર્ય રાજ્ય સરકાર કરી રહી છે, ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા જઇ રહ્યા છીએ ત્યારે કુપોષણ આપણા માટે સૌથી મોટો પડકાર છે. રાજ્ય સરકાર આ પડકાર સામે જંગની જેમ લડી રહી છે. આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે ત્યારે રાજ્ય સરકારે આ વખતના બજેટમાં ૩૦૦૦ કરોડ રૂપિયા આંગણવાડી તેમજ પોષણ અભિયાન માટે ફાળવ્યા છે. ગુજરાત તમામ કુપોષિત બાળકોને રેડ લાઇનમાંથી ગ્રીન લાઇનમાં લઇ જવા છે. આપણે કુપોષણમુકત ગુજરાત બનાવવું છે. મુખ્યમંત્રીએ પાલકવાલીઓને જણાવ્યું હતું કે પાલક માતા-પિતા પોતાની આંગણવાડી અને તેના બાળકો માટે સાચા અર્થમાં માતા-પિતા બની રહે અને તેમના રોજીંદા કાર્યોની માહિતી પાલકવાલી એપમાં મૂકાય તે જરૂરી છે. રાજકોટ વિધાનસભા-૬૯ વિસ્તારના ૧૪૫ પાલકવાલીઓ તેમના વિસ્તારના તમામ બાળકોને તંદુરસ્ત બનાવશે તેવી શુભેચ્છા મુખ્યમંત્રીએ પાલક વાલીઓને પાઠવી હતી.

HON. C.M. AT POSHAN ABHIYAN PALAK VALI SAVAD PORG. 5

આ પ્રસંગે મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય,  ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા અને અરવિંદભાઇ રૈયાણી, અગ્રણી કમલેશભાઇ મીરાણી, રાજુભાઇ ધ્રુવ, શ્રીમતી અંજલીબેન રૂપાણી, કલેક્ટર રેમ્યા મોહન મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલ સહિતના અધિકારીઓ, નગરસેવકો, તબીબો ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.