એક તરફ વર્ષે કરોડો ટન ખોરાકનો બગાડ તો બીજી બાજુ ભુખમરા, કુપોષણના કારણે 62 લાખ લોકોના મોત 

વેશ્વિક  સ્તરે કુપોષણ અને અતિપોષણથી ઉદભવતી સમસ્યા નિવારવા સતત ચર્ચા ચાલી રહી છે, વિવિધ યોજના થકી ધીમા પણ સકારાત્મક પરિણામો મળ્યા છે, પણ હજી આવનારો દશકો સક્રિય કાર્ય કરવું પડશે 

આપણાં જેવા વિકાસશીલ દેશો લોકોની સવલતો અને સુખાકારી વધારવા પાયાની સેવાઓ અને માળખાગત સુવિધાઓ વિકસાવવા દર વર્ષે ખુબ ખર્ચ કરે છે. દર વર્ષે વિશ્ર્વમાં 6ર લાખ લોકો કુપોષણને કારણે મૃત્યુ થાય છે 

ગરીબી, ભુખમરો અને કુપોષણનો મુદ્દો દિનપ્રતિદિન ગંભીર બનતો જઇ રહ્યો છે. પોષણયુકત ખોરાક ન મળતા આજે સેંકડો લોકો કુપોષણનો ભોગ બની રહ્યા છે. તાજેતરમાં જ સંયુકત રાષ્ટ્રે જાહી કરેલા એક રીપોર્ટમાં ખુલાસો થયો હતો કે દર વર્ષે વિશ્વભરમાં 930 કરોડ ટન ખોરાકનો બગાડ થાય છે. જો આ ખોરાક કચરા પેટીમાં ઠલવાવાની બદલે કોઇ ગરીબ, નિરાધારના પેટમાં જાય તો ખરેખર જટીલ બનથો જઇ રહ્યો કુપોષણનો આ પ્રશ્ન નેસ્તનાબુદ કરવાનું ખુબ સરળ થઇ જશે. એક તરફ વર્ષે કરોડો ટન ખાદ્ય ચીજવસ્તુ બગડે છે તો બીજી તરફ ભુખમરા, કુપોષણના કારણે 6ર લાખ લોકો મોતના મુખે ધકેલાય છે. આ પરિસ્થિતિ ખરેખર ભારત દેશ અને સમક્ષ વિશ્વ માટે શરમજનક છે.

ખોરાક આપણાં શરીરની તાકાતમાં વધારો કરે છે. જો સારો ખોરાક લઇ એ તો સારૂ લોહી અને આજ કારણે આપણી રોગ પ્રતિકારક શકિત મજબૂત બને છે. સગર્ભા સ્ત્રીએ ખાસ ખોરાકની તકેદારી તેના આવનારા બાળક માટે રાખવી જરુરી છે. આહારમાં કયાં પોષક તત્વો વધારે કે ઓછો છે તેના પરથી સંખ્યાબઘ્ધ પોષણ વિકૃત્તિઓ પેદા થઇ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કુપોષણને વિશ્વના  જાહેર આરોગ્ય માટે સૌથી ગંભીર ચેતવણી આપી છે. વ્યાપક રીતે પોષણમાં સુધારો કરવાને સૌથી અસરકારક પગલું ગણ્યું છે.

વેશ્વિક  રીતે જોઇએ તો ર000 થી ર008 ના રાઇટ ટુ ફુડ અધિકાર અન્વયે મળેલા ચોંકાવનારા આંકડામાં ર006ના એક જ વર્ષના મૃત્યુના આંકમાં પ8 ટકા કુપોષણને કારણે મૃત્યુ થયા છે. દર વર્ષે 61 લાખ લોકો કુપોષણ ને કારણે મોતને ભેટે છે. વિશ્વમાં બાર વ્યકિતએ એક વ્યકિત કુપોષણનો ભોગ બને છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા અનુસાર કુપોષણને કારણે બાળ મૃત્યુનું સૌથી મોટું કારણ છે. ઓછા વજનવાળા બાળકો અને ગર્ભની અંદર વિકાસ મર્યાદાઓના કારણે દર વર્ષે 2.2 મિલિયન બાળકો મૃત્યુ પામે છે. નબળા અને સ્તનપાનની ગેરહાજરીથી બીજા 1.4 મિલિયન બાળકો મૃત્યુ થાય છે. આ ઉપરાંત અન્ય ખામી સાથે વિટામીનએ અને ઝિંકની ઉપણથી 1 મિલિયન  બાળકો મૃત્યુ થાય છે.

કુપોષણવાળા બાળકો તેના ખરાબ આરોગ્ય અને ઓછા શિક્ષણને કારણે ભયંકર  મુશ્કેલી મોટા થાય છે. બાળકોમાં ઝાડા, અછબડા, ન્યુમોનિયા જેવા વિવિધ રોગો પણ મુશ્કેલી વધારે છે. કુપોષણ જ ઘણાં રોગો પેદા કરી શકે છે જે બધા ગંભીર છે. આ સમસ્યામાં ચેપ અને ચેપી રોગોનું જોખમ વધી જાય છે. ટીબી જેવી જોખમી બિમારી બાળકોમાં જોવા મળે છે. આપણાં દેશમાં આજે પણ એવા કેટલાય સમુદાયો વિસ્તાર છે જયાં ચોખ્ખુ પીવાનું પાણી ઉપલબ્ધ નથી. બાળકોમાં ઓછી તાકાત, મગજનો ઓછો વિકાસને કારણે બાળકો સાથે તેના મા-બાપો પણ યાતના ભોગવે છે. બે ટંકનું પોષ્ટિક ભોજન આજે પણ મળી શકતું નથી. નિરક્ષરતાને કારણે ખોરાક મેળવવા આવક રળવા સાથે ઘણી મુશ્કેલી પેદા કરે છે.

ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા હેલ્થ સેન્ટરોમાં માતા-બાળ સંભાળની ઘણી યોજના અમલમાં છે તો શહેરોમાં અર્બન હેલ્થ સેન્ટરોમાં સગર્ભા સ્ત્રી સાથે જન્મનાર બાળકને પોષણયુકત આહાર સાથેની વિવિધ રોગો પણ મુશ્કેલી વધારે છે. કુપોષણ જ ઘણાં રોગો પેદા કરી શકે છે જે બધા ગંભીર છે. આ સમસ્યામાં ચેપ અને ચેપી રોગોનું જોખમ વધી જાય છે. ટીબી જેવી જોખમી બિમારી બાળકોમાં જોવા મળે છે. આપણાં દેશમાં આજે પણ એવા કેટલાય સમુદાયો વિસ્તાર છે જેમાં ચોખ્ખુ પીવાનું પાણી ઉપલબ્ધ નથી. બાળકોમાં ઓછી તાકાત મગજનો ઓછો વિકાસને કારણે બાળકો સાથે તેના મા-બાપો પણ યાતના ભોગવે છે. બે ટંકનું પોષ્ટિક ભોજન આજે પણ મળી શકતું નથી. નિરક્ષરતાને કારણે ખોરાક મેળવવા આવક રળવા સાથે ઘણી મુશ્કેલી પેદા કરે છે.

ગ્રામ્ય વિસ્તારોમા ચાલતા હેલ્થ સેન્ટરોમાં માતા બાળ સંભાળની ઘણી યોજના અમલમાં છે. તો શહેરોમાં અર્બન હેલ્થ સેન્ટરોમાં સગર્ભા સ્ત્રી સાથે જન્મનાર બાળકને પોષણયુકત આહાર સાથેની વિવિધ યોજના અમલીમાં છે. ગરીબ જરૂરીયાત મંદ, ઝુપડપટ્ટીમાં રહેનાર પરિવારો કુપોષણની સમસ્યાઓથી ઘેરાયેલા હોય છે. આયોડીનની ઉપણને કારણે માનસિક ક્ષતિની ભયંકર મુશ્કેલી નિવારવા આપણે સૌ એ આપણી ભાવિ પેઢીના રક્ષણ માટે તાકિદે પગલા લેવાની જરુર છે. ભાવી નાગરીકોને ગુણવતા યુકત જીવન સાથે તેને પોષણયુકત આહાર મળે તે ખુબ જરુરી છે.

શાળાઓમાં ભણતા બાળકોને મઘ્યાહન ભોજનના માઘ્યમથી પોષણયુકત આહાર અપાય છે. લોકોમાં પોષણ તત્વોવાળા ખોરાકની જનજાગૃતિ ફેલાવવાની જરુર છે. આરોગ્ય પ્રદ ખોરાકની લાંબા ગાળાની ટેવ સ્થાપિત થશે તો જ બાળકોમાં જ્ઞાનાત્મક- યાદ શકિત જેવી ક્ષમતા પર અસરકારક અસરો જોવા મળશે. કુપોષણ નિવારણ માટે આપણે તાકિદે પગલા ભરવા પડશે.

કુણોષિત બાળકો વારંવાર બિમાર પડે, થાકી જાય જેવા વિવિધ સમસ્યાથી પિડાતા જોવા મળે છે. સ્ત્રીઓને ગર્ભ રહ્યાના સમયથી બે વર્ષની ઉમર સુધીના બાળકને કુપોષણના ભયની શકયતાઓ રહેલી છે. ઘણીવાર નાના બાળકથી લઇને કિશોરાવસ્થા કે ઉભર લાયક અવસ્થામાં આ સમસ્યા ચાલુ રહે છે. કુપોષણના ચિન્હો તેના ભયાનક પરિણામો અંગે સમાજમાં સજાગતા લાવવા તથા કુપોષણને રોકવા માટે સમાજ દ્વારા લઇ શકાતા સરળ પગલાઓની જાણકારી દેશનાં તમામ નાગરીકને હોવી જોઇએ, આના નિવારણ માટે મહિલા તથા બાળક વિકાસ મંત્રાલય તથા યુનિસેફ જેવી વેશ્વિક  સંસ્થા દિવસ-રાત જહેમત ઉઠાવી રહી છે.

Malnutrition photo UNICEF

અપર્યાપ્ત વિકાસ, કુપોષણ, બાળકોના જન્મ સમયે ઓછું વજન અને એનિમિયાની સમસ્યા ઘટાડવા સૌના સહિયારો પ્રયાસોથી નકકર હકામગીરીની જરૂર છે. દરેક મા-બાપે તેના બાળકોને કુપોષણથી બચાવવા જરુરી છે. આ કોઇ બિમારી નથી પણ તેનાથી પણ ખતરનાક છે. લગભગ પ0 ટકા બાળકો ઓછું પોષણ લઇ રહ્યા છે. અને કુપોષણનો ભગો બની રહ્યા છે. કુપોષણનો અર્થ એ ખોટો આહાર આને લીધે જે સર્જાય તે કુપોષણ આપણા રોજીંદા જીવનમાં કાર્ય કરવા માટે ઘણા પોષણ દ્રવ્યોની જરુર પડે છે. જે આપણને ખોરાકમાંથી મળે છે. માટે આપણે પોષ્ટિક આહાર લેવો જરુરી છે.

આપણા દેશમાં 30 થી 40 ટકા બાળકો કુપોષણનો શિકાર છે. આપણે સૌ એમ માનતા હોય કે કુપોષણ ફકત ગરીબોનો રોગ છે. પણ એ સાચુ નથી.  આ સમસ્યા બાળકોનો વિકાસ રૂંધે છે. તેમનામાં વિવિધ રોગોનું આગમન થાય છે સરકારશ્રી તેના પ્રયત્નો કરે છે પણ આપણે સૌએ પણ ચેતતા રહેવું જરુરી છે. સરકાર શાળામાં ભણતા ચાર બાળકોમાંથી એક કુપોષણનો શિકાર હોવાનું જણાવાયું છે. છોકરા કરતાં છોકરીમાં આ સમસ્યાનું થોડું વધારે જોવા મળે છે. બાળકને પુરતો પોષ્ટિક આહાર મળે તો તેની પ્રતિકારક શકિત મજબુત થાય છે જેનાથી તે રોગ સામે લડવાની શકિત મેળવે છે.

બાળકની ઉંમર પ્રમાણે વજન હોવું જોઇએ, જો વજન ઓછું હોય તો બાળક કુપોષણનો શિકાર છે તેમ કહી શકાય, આપણાં ગુજરાતમાં દર ત્રીજું બાળક કુપોષિત છે, દર બીજી કિશોરી ઓછું વજન ધરાવે છે. અને દર ત્રીજી સ્ત્રી પણ કુપોષિત છે. આપણાં આદિવાસી જીલ્લાઓમાં આ એક ભયંકર સમસ્યા છે. કુપોષિત બાળકોને શોધીને 800 કેલરી સાથે ર0 થી રપ ગ્રામ  પ્રોટીન આપવાનું ફરજીયાત છે. આપણાં દેશમાં દર વર્ષે 1 થી 7 સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી કરાય છે.

કુપોષણના કારણે બે વર્ષમાં 32,855 બાળકોના મોત

આપણા ગુજરાતમાં કુપોષણની સમસ્યા ગંભીર બની છે. છેલ્લા બે વર્ષમાં 3ર8પપ બાળકોનાં મોત થયા છે. ખાસ આ સમસ્યાવાળા બનાસકાંઠામાં સૌથી વધુ 1290  મોત થયા છે. 2019-20 ના આંકડા જોઇએ તો લગભગ એવરેજ રોજના 40 થી વધુ બાળકો મોતને ભેટે છે. રાજય બહારના ર31 બાળકોના મોત થયા છે. સૌથી વધુ મોત બનાસકાંઠા, આણંદ, કચ્છ, પંચમહાલ, ખેડા, મહેસાણા, મહિસાગર, સાબરકાંઠા, વડોદરા  અને રાજકોટ ના બાળકોના થયા છે. કુપોષણને કારણે બાળ મૃત્યુ દરમાં વધારો જોવા મળી રહ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.