રોડનું કામ કર્યુ ન હાવા છતાં કાગળ પર રોડ બન્યાનું બતાવી કૌભાંડ આચર્યુ
માળીયા મીયાણા નગરપાલિકા વિસ્તારમાં રસ્તાનું કામ કર્યા વિના જ કાગળ પર કામ બતાવી રૂ. ૧.૦૮ કરોડનું કૌભાંડ આચવાના ગુનામાં ઝડપાયેલા મામલતદાર સહીતના નવ શખ્સોને પાંચ દિવસના રિમાન્ડની માંગણી સાથે મોરબી કોર્ટમાં રજુ કરાયા છે. કૌભાંડમાં સંડોવાયેલા એક કર્મચારી હજ પઢવા ગયો હોવાથી તેની ધરપકડ બાકી છે.
માળીયા મીયાણા નગરપાલિકામાં કરોડોની ઉચાપત કરનાર ચીફ ઓફીસરના ચાર્જમાં રહેલ મામલતદાર સહીતના સામે રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર અંગે ગુન્હો નોંધી નવની અટકાયત કરવામાં આવી છે. માળીયા નગરપાલિકામાં ખોટા બીલો બનાવીને ૧.૦૮ કરોડના ઉચાપત કેસમાં એસીબી ટીમે ઇન્ચાર્જ ચીફ ઓફીસર પાલિકા પ્રમુખ અને બે કર્મચારી સહીત ૧૦ સામે ગુનાહ નોંધાયા બાદ નવ આરોપીની અટકાયત કરવામાં આવી છે. જેમાં મોરબી એસીબીના ઇન્ચાર્જ પી. આઇ. એમ. બી. જાનીએ માળીયા નગરપાલિકાના ઉચાયપ કેસમાં ફરીયાદી બનીને ફરીયાદ નોંધાવી છે.
જેમાં માળીયા પાલીકાના ઇન્ચાર્જ ચીફ ઓફીસર એમ.એમ.સોલંકી પાલિકાના કર્મચારી સુભાન અલારખા મેર અને અબ્દુલ કાદર ઇલીયાસ કટીયા તેમજ અબ્દુલા ભટ્ટી દિલાવર ઇસુબ જામ હનીફ જુસબ કટીયા અલ્લારખા ઓસામણ જેડા રહે બધા માળીયા અને પોપટ દેવજી ધોળકીયા રહે મોરબી વાળા સામે ફરીયાદ નોંધાવી હતા જેમાં આરોપીઓ માળીયા નગર પાલિકામાં ઇન્ચાર્જ ચીફ ઓફીસર સોલંકીએ ૧૮-૪-૧૮ થી ૧૩૯૫-૧૮ દરમ્યાન પાલીકા પ્રમુખ અને બે કર્મચારી સાથે મળીને વર્ષ ૨૦૧૫-૧૬ માં રોડ રસ્તાના કામ નહી કરી આવા કામ કર્યા અંગે અન્ય મળતીયાઓ સાથે મળીને તેઓના નામ ખોટા બીલ રૂ. ૧,૦૮,૧૨,૯૫૯ ના બનાવી ખોટા દસ્તાવેજો બનાવી ખરા તરીકે ઉપયોગ કરી સત્તાનો દુરઉપયોગ કરી સરકારી નાણાની ઉચાપત કરી ગુનાહીત કાવતરું રચી એક બીજાની મદદગારી કરી ગુન્હો કર્યા હોવાની ફરીયાદ નોંધાઇ છે.
રાજકોટ એસીબીના મદદનીશ નિયામક એચ પી દોશીના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય એસીબી ટીમના પીઆઇ સી.જે.સુરેજાની ટીમે પાલિકામાં ચીફ ઓફીસરના ચાર્જમાં રહેલ મામલતદાર પર સત્તાનો દુરપયોગ કરી રોડ રસ્તાના કામોના રૂ. ૧૦,૦૮,૧૨,૫૯૫ ની ઉચાપત કરી હોય જે અંગે ગુન્હો નોંધાયા બાદ નવ આરોપીને ઝડપી લેવાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. નવેય શખ્સોને પાંચ દિવસની રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાયા છે.