લંડનની વેસ્ટ મીન્સ્ટર કોર્ટમાં વિજય માલ્યા પ્રત્યાર્પણ કેસ અંગેની સુનાવણી પૂર્ણ
ભારતીય બેંકોને કરોડોનો ચુનો ચોપડી લંડન નાસી ગયેલા લીકર કિંગ ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યાપર્ણનો તખતો ઘડાઈ ચૂકયો છે અને ગમે તે ઘડીએ વિજય માલ્યાને ભારત ઢસડી લાવવાનો રસ્તો ખુલ્લો યો હોવાનું જાણવા મળ્યું છે. ગઈકાલે લંડનની વેસ્ટર મીન્સ્ટર કોર્ટમાં વિજય માલ્યા અને તેના વકીલ હાજર રહ્યાં હતા અને પ્રત્યાપર્ણ કેસની સુનવણી પૂર્ણ થઈ હોય ગમે તે ઘડીએ ચુકાદો આવશે.
જાણવા મળતી વિગતો મુજબ બેંકોમાંથી કરોડો રૂપિયાની લોન લઈ ચુનો લગાડનાર લીકર કિંગ વિજય માલ્યા હાલમાં લંડનમાં આશ્રય લઈ રહ્યો છે.
વિજય માલ્યાને ભારત ઢસડી લાવવા માટે ભારત સરકાર દ્વારા પ્રત્યાર્પણ અંતર્ગત વેસ્ટ મીન્સ્ટર કોર્ટમાં કેસ કરાયો છે જેની ગઈકાલે સુનવણી હતી. કોર્ટના મુખ્ય મેજીસ્ટ્રેટે જણાવ્યું હતું કે, આ કેસમાં વિજય માલ્યા અને તેના વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા તેમજ ભારત સરકાર વતી યેલી દલીલો સાંભળી લેવામાં આવી છે અને આ કેસની વધુ સુનાવણી ૧૧ જુલાઈના રોજ નાર હોવાનું જ એમ્માઅર્બ નોટે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ૬૨ વર્ષીય વિજય માલ્યા પોતાના ગર્લફ્રેન્ડ પિન્કી લાલવાણી સોથી આવ્યા હતા અને માલ્યા પાતળી સીગાર સોથી જોવા મળ્યો હતો. આ તકે મીડિયાએ માલ્યાને ઘેરી લઈ પ્રશ્ર્નનો મારો ચલાવ્યો હતો અને તેની ગર્લફ્રેન્ડને પણ માલ્યા સોથી લગ્ન કર્યા છે કે કેમ તેવા સવાલો પુછયા હતા.
બીજી તરફ માલ્યા અને તેના વકીલે ધરપકડ બાદ ભારતમાં કઈ જેલમાં રાખવામાં આવશે અને જેલમાં શું-શું સુવિધા મળશે તેવા સવાલો પણ કોર્ટ સમક્ષ ઉઠાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com