નવા નિયમો બાદ વિજય માલ્યાની ભારતીય તેમજ તમામ વિદેશી મિલકતોની નીલામી કરાશે
દેશમાંથી લોન લઈ રફુચકકર થનારા લોકોની સંખ્યામાં થતી વૃદ્ધિ પર અંકુશ લાદવા સરકારે એન્ટી ફિનાન્શીયલ ફ્રોડ એકટની રચના કરી છે.
જેમાં પ્રથમ ગુનાહિત દાવેદાર વિજય માલ્યાની નોંધણી કરવામાં આવી છે. બેંકોનું કરોડોનું દેણુ કરી ભાગી ગયેલા એરલાઈન્સના માલિક હજુ પણ સંતાકુકડી જ રમી રહ્યા છે ત્યારે સ્પેશિયલ કોર્ટ દ્વારા મની લોન્ડરીંગ કેસના કિંગફિશરના માલિકનો પ્રથમ કેસ નવા કાયદા અંતર્ગત એન્ટી-ફીનાન્શીયલ ફ્રોડ લોમાં નોંધવામાં આવ્યો છે.ફુગીટીવ ઈકોનોમીક ઓફેન્ડર્સ ભારતીય કોર્ટમાં ચાલી રહેલા નાણા સંબંધીની કેસનો ફેંસલો કરશે.
આ પ્રકારના કેસમાં સંડોવાયેલા લલીત મોદી, નીરવ મોદી અને વિજય માલ્યા હાલ પણ વિદેશોમાં છુપાયેલા છે ત્યારે આ નવા નિયમોથી સરકારને આશા છે કે તેઓ ભાગેડુ ચોરોને ઝડપી શકશે. વિજય માલ્યા પ્રથમ વ્યકિત છે જે નાણાકીય કેસમાં ગુનાહત હોય અને દેશ છોડીને ભાગી ગયા હોય. ઈન્ફોર્સમેન્ટ ડિરેકટ્રોરેટ પ્રમાણે ઈડીના નિયમો પ્રમાણે નવા નિયમો મુજબ માલ્યાની ભારતીય તેમજ વિદેશી સંપતીઓની નિલામી કરવામાં આવશે.
એપ્રિલમાં રાષ્ટ્રપતી રામનાથ કોવિંદે ફુગીટીવ ઈકોનોમીક ઓરીડેન્સની મંજુર આપી હતી. જેને નાણાકીય કેસમાં ગુનાહિતોને લાવવા તેમજ તેની સંપતિ જપ્ત કરીને તેને સરન્ડર માટે મજબુર કરાવવાના ખાસ અધિકારો છે. રોકડ લઈ રફુચકકર થનારા દેશદ્રોહીઓને વિદેશમાંથી પણ શોધી કાઢવા માટે એન્ટી ફિનાન્સીયલ લોની રચના કરવામાં આવી છે.