નાના દહિસરા ગામના જ પંદર જેટલા લોકોના ટોળાએ દુષ્કર્મના આરોપીના રહેણાંક મકાન તેમજ સીએનજી રિક્ષામાં આગ લગાડી હોવાની ફરિયાદ માળિયા પોલીસ મથકમાં નોંધાઇ
યુવતિનું અપહરણ કર્યાનો ખાર રાખી ટોળા દ્વારા આગ ચાંપી
પ્રાપ્ત વિગતો મુજબ માળીયા પોલીસ મથકમાં ઝરીનાબેન અલીભાઇ સુમરા રહે.નાના દહીસરા વાળાએ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેણીનો ભાઈ યુવતીને ભગાડી ગયેલ હોય તે બાબતનો ખાર રાખી નાના દહીસરા ગામે રહેતા આરોપી ચતુરભાઈ લાલજીભાઈ ભટાસણા, ધવલભાઇ ચતુરભાઈ ભટાસણા, ભુદરભાઈ લાલજીભાઈ ભટાસણા, મયુરભાઈ ભુદરભાઈ ભટાસણા, મનિષભાઈ ભુદરભાઈ ભટાસણા, ભરતભાઈ કાંતિલાલ ભટાસણા, રમેશભાઈ છગનભાઈ ભટાસણા, બ્રિજેશભાઈ મહાદેવભાઈ હિરાણી, વિશાલભાઈ વાલજીભાઈ ભટાસણા, દિવ્યેશભાઈ અમ્રુતભાઈ ભટાસણા, પ્રયાગભાઈ રમેશભાઈ ભટાસણા તથા અન્ય ત્રણથી ચાર અજાણ્યા લોકોએ મળી તેમના રહેણાંક મકાને આવી ગાળાગાળી કરી આજે તો ઈરફાનને પતાવી દેવો છે
કહી સાથે પ્લાસ્ટિકની બોટલમાં લાવેલ પેટ્રોલ છાંટી ઘરમાં તેમજ ઘર બહાર પડેલી સીએનજી રિક્ષામાં આગ ચાંપી દેતા ઘરનું રાચરચીલું તેમજ ફર્નિચર બળીને ખાખ થઇ જતા અંદાજે ચારેક લાખનું નુકશાન થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી.