ધંધાકીય બાબતે થયેલી બોલાચાલીમાં થયેલી મારામારીમાં ઘવાયેલા પ્રૌઢનું મોત: બનાવ ખૂનમાં પલટાયો
માળીયા મી.માં ભત્રીજાને ધંધા બાબતે થયેલ બોલાચાલીમાં સમાધાન માટે વચ્ચે પડેલ કાકા પર પાંચ શખ્સો દ્વારા ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં યુવકને બચાવવા જતા અન્ય યુવકએ માથામાં ધોકાનો ઘા લાગી જતા હુમલાનો બનાવ હત્યામાં પલટાયો હતો. જે સમગ્ર મામલે માળીયા મી. પોલીસે ગુન્હો નોંધી પાંચ શખ્સોની અટકાયત કરી છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મી.ના ભાવપર ખાતે રહેતા ધીરૂભાઈ નરશીભાઈ કાળુ નામના યુવકના ભત્રીજા મુકેશભાઇ પ્રભુભાઇને છગનભાઇ બચુભાઈ કાળુ તથા ભરતભાઈ રામભાઈ સાથે સાતેક દીવસ પહેલા ધંધા બાબતે બોલાચાલી થયેલ જેથી ફરીયાદીએ ઝઘડો નહી કરવા સમજાવેલ જે બાબતનુ મન દુખ રાખી છગનભાઇ બચુભાઈ કાળુ, કેશાભાઈ બચુભાઈ કાળુ, ભરતભાઈ રામભાઈ, ભરતભાઈના પત્ની ગીતાબેન તથા છગનભાઈના પત્ની (રહે બધા- ભાવપર તા-માળીયા મીં. જિ-મોરબી)એ ફરીયાદી તથા બટુકભાઇ નરશીભાઇ કારુને ભુંડાબોલી ગાળો આપી એકદમ ઉશ્કેરાઇ જઇ ઢીકાપાટુનો માર મારી, મારી નાખવાની ધમકી આપી તેમજ છગનભાઇએ ફરીયાદીને ધોકા વતી માથાના ભાગે બે ઘા મારતા પાંચ ટાંકા આવેલ અને બટુકભાઇ કારુ વચ્ચે તેમને પણ માથામાં ધોકો મારતા માથામાં ઇજા થતા તેમનું મોત નીપજ્યું હતું. જેને લઈ માળીયા મી. પોલીસે સમગ્ર મામલે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.