માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી
માળીયા મીં.માં પોતાની દુકાને જતા વૃદ્ધને ઉધરશ આવતા ખોખારો ખાતા આરોપીએ ખોખારો શુ ખાસ કહી ઈસમે વૃદ્ધને ઢોર માર માર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે સમગ્ર મામલે વૃધ્ધે માળીયા મીં. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.મળતી માહિતી અનુસાર, માળીયા મી.ના નાની બરાર ગામે રહેતા રામભાઇ નરશંગભાઇ ડાંગર નામના વૃદ્ધ સવારના સમયે પોતાની દુકાને જતા હોઇ રસ્તામાં ઉધરશ આવતા ખોખારો ખાતા ચંદુભાઇ પરબતભાઇ બકુતરા (રહે. નાની બરાર) નામના શખ્સે ખોખારો શુ ખાસ તેમ કહી વૃદ્ધને બીભત્સ ગાળો બોલતા વૃધ્ધે ગાળો બોલવાની ના પાડતા આરોપીએ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને છાતીમા મારી પાડી દઇ ઢીકા પાટુનો માર મારી ગાલ ઉપર બે-ત્રણ લાફા મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે માળીયા મીં. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.