પિતરાઇએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી બંનેને મોતને ઘાટ ઉતારી દીધા
અબતક,રાજકોટ
માળીયા મિયાણા તાલુકાના કોબા વાંઢ ગામે સેઢાના પ્રશ્ને પિતરાઇ વચ્ચે ચાલતી અદાવતના કારણે સેઢ ભેસ ચલાવવા પ્રશ્ર્ને ઝઘડો થતા ઉશ્કેરાયેલા પિતરાઇએ માતા-પુત્ર પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી બંનેની કરપીણ હત્યા કર્યાની ઘટના પોલીસમાં નોંધાતા હત્યાના ગુનામાં સંડોવાયેલા શખ્સની પોલીસે અટકાયત કરી સઘન પૂછપરછ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોબા વાંઢ ગામે રહેતા કાળુ મોબર અને તેના પિતરાઇ હબીબ ઇશા મોવર વચ્ચે ઘણા સમયથી સેઢા બાબતે તરકાર ચાલે છે. દરમિયાન ગઇકાલે વિવાદીત જમીન પર ભેસ ચરવા જતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા ઉશ્કેરાયેલા કાળુ મોવર નામના શખ્સે પોતાના પિતરાઇ હબીબ ઇશા મોવર અને તેની માતા ઝરીનાબેન મોવર પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી હત્યાનું પોલીસમાં નોંધાતા પી.એસ.આઇ. જાડેજાએ કાળુ મોવરની અટકાયત કરી પૂછપરછ હાથધરી છે.
મોરબી: કેરાળી પાસે અજાણ્યા પ્રૌઢની હત્યા
બગથળા-આમરણ રોડ પર આવેલા કેરાળી ગામના પાટીયા પાસેથી ગત તા.19મીએ આશરે 45 વર્ષના અજાણ્યા પ્રૌઢનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવતા બોથડ પદાર્થથી માથામાં ઇજા થવાના કારણે મોત નીપજ્યાનો તબીબ દ્વારા અભિપ્રાય આપવામાં આવતા મોરબી તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. આઇ.એમ. અજમેરી સહિતના સ્ટાફે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથધરી છે. મૃતકની ઓળખ થયા બાદ હત્યા કોને અને શા માટે કરી તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાનું પી.આઇ. એમ.આર.ગોઢાણીયાએ જણાવ્યું છે.