ત્યકતાના પૂર્વ સાસરિયા પક્ષના ચાર શખ્સોએ ધારિયા વડે તૂટી પડતા યુવાન ઘાયલ

માળીયા મીયાણામાં હૃતે અને મોબાઈલની દુકાન ધરાવતા વેપારી પર ત્યકતાનાં પૂર્વ સાસરીયાઓના લોકોએ ધારિયા વડે હુમલો કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. ત્યકતાએ વેપારીના ભાઈ સાથે પ્રેમ લગ્ન કરી લેતા તેનો ખાર રાખી હુમલો કર્યાનું સામે આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માળીયા મીયાણામાં સંઘવાણી વાસમાં રહેતા અને મેઇન બજારમાં કૌસર નામની મોબાઈલની દુકાન ધરાવતા હુશેન હૈદરભાઈ સંધવાણી નામના 25 વર્ષીય યુવાન પર હૈદર અબ્બાસ જેડા, અજહર અબ્બાસ જેડા, સિરાજ શકુર જેડા અને સિકંદર ભટ્ટી નામના શખ્સોએ ધારિયા વડે હુમલો કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

જેમાં જણાવ્યા મુજબ ફરિયાદી હૈદર સંઘવાણી ગઇ કાલે પોતાની મોબાઈલની દુકાને હતો ત્યારે સામે વાળા ચારેય શખ્સો હથિયારો લઈને દુકાને ઘસી આવ્યા હતા. જેમાં હૈદરના ભાઈ ફારુકની પત્ની ઉર્મગુલ્સમએ તેની સાથે તલાક લઈ ફરિયાદી હૈદરના ભાઈ અમીર રમજાન સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. જેનો ખાર રાખી આ ચારેય શખ્સોએ હુમલો કર્યાનું જાણવા મળ્યું છે. પોલીસે ચારેય સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.