૨૬ જુલાઈનાં રોજ શ્રીલંકાનો ફાસ્ટ બોલર પોતાની અંતિમ વન-ડે રમશે
શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિત મલિંગાએ નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. બાંગ્લાદેશ સામે ૨૬ જુલાઈના રોજ પોતાની અંતિમ વનડે મેચ રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડી દેશે. આ તેમની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લી મેચ હશે. શ્રીલંકાના કેપ્ટન દીમુથ કરુણારત્ને સોમવારના રોજ આ જાણકારી આપી હતી. મલિંગાને બાંગ્લાદેશ સામે વનડે સિરીઝમાં શ્રીલંકન ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ મુકાબલો ૨૬,૨૮ અને ૩૨ જુલાઈના રોજ કોલોમ્બોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. લસિત મલિંગાએ ૨૦૧૧માં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કરી દીધું હતું પરંતુ વનડે અને ટી-૨૦ મેચ તેઓ રમી રહ્યા છે.કરુણારત્ને જણાવ્યું હતું, ૩૫ વર્ષના મલિંગા માત્ર પહેલી વન ડે મેચ રમશે. કરુણારત્ને કહ્યું, તેઓ પહેલી મેચ રમીને પોતાની નિવૃત્તિ જાહેર કરશે.તેમણે કહ્યું, મને નથી ખબર કે તેમણે ટીમ સિલેક્ટ કરનારા લોકોને શું કહ્યું પરંતુ મને કહ્યું હતું કે તેઓ એક જ મેચ રમી રહ્યા છે. મલિંગા શ્રીલંકા તરફથી વનડે મેચમાં ત્રીજા સૌથી વધારે વિકેટ લેનારા બોલર છે. તેમણે અત્યાર સુધીમાં ૨૧૯ મેચમાં ૩૩૫ વિકેટ લીધી છે. શ્રીલંકા તરફથી મુથૈયા મુરલીધરન-૫૩૪ અને ચામિંડા વાસ-૪૦૦ એ સૌથી વધારે વનડે ક્રિકેટ મેચમાં વિકેટ ઝડપી છે. ક્રિકેટ વર્લ્ડકપમાં તેમણે શ્રીલંકા તરફથી સૌથી વધારે ૧૩ વિકેટ ઝડપી હતી.
મલિંગાએ ૨૦૦૪માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનો પગ મુક્યો હતો ને ૧૫ વર્ષ સુધી તેઓ શ્રીલંકન બોલરના મુખ્ય સૂત્રધાર રહ્યા હતા. તેઓએ કેપ્ટનશીપ પણ કરી હતી. ૨૦૧૪માં ટી-૨૦ વર્લ્ડકપમાં શ્રીલંકાઈન જીતાડવા માટે તેમનું યોગદાન રહ્યું છે. હાલમાં ફાઇનલમાં બે વાર પહોંચ્યા બાદ શ્રીલંકા વર્લ્ડકપ નથી જીતી શક્યું. વર્ષ ૨૦૦૭ અને વર્ષ ૨૦૧૧૧માં સતત શ્રીલંકા બે વાર વર્લ્ડકપના ફાઇનલ દરમિયાન પહોંચ્યું હતું.