મંજુરી વિના મીડિયા સામે બફાટ કરવા બદલ દંડીત
શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિત મલિંગાને મંજુરી વગર મીડિયામાં નિવેદન ન આપવાના નિયમ તોડવા માટે દોષિત જણાતા તેમના પર એક વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
આ જાણકારી મંગળવારે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા આપવામાં આવી હતી. હાલ કામ ચલાઉ મલિંગા પર છ મહિનાનો પ્રતિબંધ લદાયો છે. તપાસ બાદ તેઓ દોષિત જણાઇ આવતા તેમને આતંરરાષ્ટ્રીય મેચમાં ૫૦ ટકા મેચ ફી દંડ ભરવા જણાવાશે. મલિંગા મંગળવારે બોર્ડની વિશેષ સમિતિની સામે ઉ૫સ્થિત થયા હતા, ત્યાં તેમના વિ‚ઘ્ધના આરોપોનો તેમણે સ્વીકાર કર્યો હતો તેમજ ઔપચારિક માફી પણ માગી હતી.
શ્રીલંકા ક્રિકેટ તરફથી જણાવવામાં આવ્યું છે કે ખાસ રીતે મળેલી કાર્યવાહી સમિતીની બેઠકમાં તેમના પર એક વર્ષનો પ્રતિબંધ છ મહિના માટે લગાડવામાં આવ્યો છે.
જો ફરીથી તે નિયમનું ઉલ્લંધન કરશે તો તેમને છ મહિના માટે ફરીથી પ્રતિબંધિત કરાશે અને આગામી આંતરરાષ્ટ્રીય મેચની ૫૦ ટકા ફી દંડ સ્વ‚પે દેવી પડશે આ તપાસ મલિંગાના પોતાના દેશના ખેલમંત્રી દયાસિરી જયશેખરા વિરુઘ્ધ કેટલીક ટિપણીઓ કરવા બદલ કરવામાં આવી હતી.
મલિંગાએ લંડનમાં થયેલ ચેમ્યિન્સ ટ્રોફી પરત કર્યા બાદ સમજુતીની શરતોનું ઉલ્લંધન કર્યુ. આ શરતો એસએલસી ના સીઇઓ દ્વારા પૂર્વ મંજુરી વગર મીડિયામાં કોઇ નિવેદન આપી શકાશે નહીં.
શ્રીલંકાના ચેમ્પિન્સ ટ્રોફીથી જલ્દીથી બાહર થયા બાદ જયશેખરાએ ખેલાડીઓને ફિટનેસ સ્તરના સવાલો ઉઠાવ્યા હતા અને જણાવ્યું હતું કે ભવિષ્યમાં પસંદગી ક્રિકેટરોની ફિટનેશ પર નિર્ભર રહેશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં શ્રીલંકાની ફિલ્ડીંગ સારી ન હતી અને ખેલાડીઓએ ઘણા
કેચ છોડયા હતા.
ત્યારબાદ મલિંગાએ ખેલમંત્રીના ક્રિકેટ જ્ઞાનનો ખુલ્લેઆમ મજાક ઉડાવતા મેચમાં કેચ કોઇનાથી પણ છુટી શકે તેવું નિવેદન આપ્યું હતું. તેમજ શ્રીલંકાએ લીગમાં ભારતને હરાવ્યું હતુ ત્યારે શા માટે ફીટનેસનો પ્રશ્ર્ન ઉઠાવવામાં આવ્યો નહતો. તેવો સામો પ્રશ્ર્ન કર્યો હતો.