તમે તમારી કાર વેંચી નાખ્યા બાદ રજિસ્ટ્રેશન રેકોર્ડમાં માલીકી ફેરવવામાં આળસ કરી હશે અને ત્યારબાદ કાર ખરીદનારે અકસ્માત કર્યો હશે તો અકસ્માત કલેઈમ તમારે ચૂકવવો પડશે. આ પ્રકારનો ચુકાદો વડી અદાલત દ્વારા આપવામાં આવ્યો છે. કાર વેંચ્યા બાદ રજિસ્ટ્રેશન રેકોર્ડમાં માલીકીની વિગતો ફેરવવી જરૂરી બની ગઈ છે.
વિજયકુમાર નામના વ્યક્તિના કેસમાં આ ચુકાદો આવ્યો છે. જેણે વર્ષ ૨૦૦૭માં પોતાની કાર એક વ્યક્તિને વેંચી નાખી હતી તે વ્યક્તિએ ૨૦૦૮માં નવીનકુમાર નામના વ્યક્તિને કાર વેંચી હતી અને તેણે ચોા વ્યક્તિ મીરસિંગને કાર વેંચી નાખી હતી.
આ કારની માલીકી મીરસિંગ પાસે હતી. દરમિયાન ૨૦૦૯માં કારી અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ યું હતું. પરિણામે વળતર ચૂકવવા માટે કેસ યો હતો અને કારના પ્રમ માલીક વિજયકુમારને ટ્રીબ્યુનલે રૂ.૩.૮૫ લાખનું વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો. આ વ્યક્તિનું નામ રજિસ્ટ્રેશન સર્ટીફીકેટમાં હતું. પોતે કાર વેંચી નાખી હોવાી ટ્રીબ્યુનલના ચુકાદાને વિજયકુમારે પંજાબ અને હરીયાણા હાઈકોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટે વિજયકુમારની દલીલ માન્ય રાખી હતી અને ઓરીજીનલ માલીક પાસે કાર વેંચવાના ચોખ્ખા પુરાવા હોવાી વળતર ચૂકવવા હકકદાર ન હોવાનું કહ્યું હતું. હાઈકોર્ટના આ ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકારમાં આવ્યો હતો. સુપ્રિમે આ મુદ્દે ચુકાદો આપ્યા અનુસાર કારનું વેંચાણ કરી દીધા બાદ રજિસ્ટ્રેશન રેકોર્ડમાં નોંધણી કરાવવી જરૂરી છે. કાર વેંચી નાખ્યા હોવાના પુરાવા પુરતા ની. જો કારનો અકસ્માત થાય તો વળતર માટે રજિસ્ટ્રેશન રેકોર્ડમાં નોંધાયેલી વ્યક્તિ જવાબદાર રહે.
અહીં ઉલ્લેખનીય છે કે, કોઈપણ વાહન વેંચી નાખ્યા બાદ રજિસ્ટ્રેશન રેકોર્ડમાં નોંધણી કરાવવાની તસ્દી ઘણી વખત લેવામાં આવતી ની. પરિણામે રજિસ્ટ્રેશન રેકોર્ડમાં નામ મુળ માલીકનું જ બોલતું હોય છે. જો કે, હવેી સુપ્રિમના ચુકાદાના કારણે આ ભુલ સુધારવી જ‚રી બની જાય છે.