મોરબી એલસીબીએ ટ્રક, 5760 બોટલ દારૂ, 3420 બિયર મળી રૂા.33.76 લાખનો મુદ્ામાલ કબ્જે
મોરબી જિલ્લાના માળીયા (મિ.) નજીક અણીયારી ટોલનાકા પાસે ટ્રકમાં ટમેટાના સોસની આડમાં રૂા.20.25 લાખની કિંમતનો દારૂ-બિયરનો જથ્થા સાથે ચાલકને એલસીબીએ ઝડપી લઇ રૂા.33.76 લાખનો મુદ્ામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.
વધુ વિગત મુજબ મોરબી જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ કરવા એસ.પી.રાહુલ ત્રિપાઠીએ આપેલી સૂચનાને પગલે એલ.સી.બી.ના પી.આઇ. ડી.એમ.ઢોલ સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથધર્યું હતું.
અમદાવાદ તરફથી એક અશોક લેલન કંપનીની ટ્રક નંબર આરજે 19 જીએ 3838 જેની કિ.રૂ.10,00,000/- છે. જે માળીયા મિ, તરફ જનાર છે. જે ટ્રકમાં ગે.કા. ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે. જે હકીકત આધારે અણીયારી ટોલનાકા પાસે વોચ ગોઠવતા ઉપરોકત ટ્રકમાંથી ઓફીસર ચોઇસ પ્રાઇમ વ્હીસ્કીની બોટલો નંગ-5760 કિ.રૂ. 17,28,000/-, જીન્સબર્ગ પ્રીમીયમ સ્ટ્રોંગ બીયરના ટીન નંગ-3480 કિ.રૂ. 3,48,000/-, HEMZ Continetal Sauce લખેલ ટોમેટો સોસની કુલ બોટલો નંગ-3420 કિ.રૂ.2,95,800/-, તથા ટ્રકની કિંમત 10,00,000/- એન્ડ્રોઇડ મોબાઇલ ફોન-01 કિ.રૂ.5000/- મળી કુલ કિ.રૂ.33,76,800/- નો ઇંગ્લીશ દારૂ બીયરનો જથ્થો તથા અન્ય મુદામાલ સાથે હનુવંત સ/ઓ ખનગારારામ ઢોકળારારામ બીનોઇ ઉ.વ. 30 રહે. રોહીલા પૂર્વ તા.ગુડામાલાણી જી.બાડમેર (રાજસ્થાન) ઇસમને પકડી પાડી માળીયા મિ, પો.સ્ટે. ખાતે પ્રોહીબીશન ધારા તળે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ ઉપરાંત અન્ય એક આરોપી ઓમપ્રકાશ કેશારામ બિશ્નોઇ રહે. રોહીલા પૂર્વ કાવા કી ભેરી તા.ગુડામાલાણી જી.બાડમેર (રાજસ્થાન) નું નામ ખુલતા તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. એલ.સી.બી. મોરબી તથા ઙજઈં, કે.જે.ચૌહાણ, એન.એચ. ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો જોડાયા હતાં.