તસ્કરોની ઓળખ થવાની રાહમાં ફરિયાદ મોડી નોંધાવાઈ
માળિયા મી. પોલીસ સ્ટેશનની નજીક આવેલી જવેલર્સની દુકાનમાં તસ્કરો ચોરીને અંજામ આપીને ફરાર થયા હતા.ત્યારે સમગ્ર મામલે માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મી. પોલીસ સ્ટેશન નજીક આવેલી અંબિકા જેવલર્સ નામના શો-રૂમમાં ચાર તસ્કરો રાત્રિના સમયે ઘૂસ્યા હતા અને તસ્કરોએ ચાંદીનો જથ્થો તેમજ ઈમીટેશન જ્વેલરીના જથ્થાની ચોરી કરી ગયાની માહિતી સામે આવી હતી. જેમાં તસ્કરોએ દુકાનનાં કાઉન્ટરના ડીસપ્લેમા રાખેલ ચાંદીના નવા તથા જુના અલગ-અલગ આશરે 2 કિલોના ચાંદીના રૂ,45000/- ના ઘરેણા કોઈ અજાણ્યા ચાર ઇસમોએ ઘરફોડ ચોરી કરી લઇ ગયા હોય તેની માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, ચાર મિનિટ જેટલા સમયમાં ચોરીના બનાવને અંજામ આપ્યો હતો.આ સમગ્ર ઘટના ક્રમના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે જેમાં ચારેય શખ્સો કેદ થઈ ગયા છે. તેમજ ફરિયાદીના જણાવ્યા મુજબ સીસીટીવીના માધ્યમથી જો કોઈ તસ્કર ઓળખાય જાય તો નામજોગ ફરિયાદ નોંધાવવાની રાહ જોઈ હતી જેને કારણે ફરિયાદ મોડી નોંધાવાઈ છે.