ફિલ્મની વાર્તા ૧૯૬૫માં આવેલી હિન્દી ફિલ્મ ‘ગાઇડ’જેવી છે, ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરે તેના ફેન્સને હોળીના દિવસે પોતાની નવી ફિલ્મના શુટીંગની જાણ કરીને ખુશીના રંગથી રંગી દીધા છે. ઘ્વનિ ગૌતમની ફિલ્મ કેસરીયાનું શુટીંગ શરૂ થયું છે. શુટીંગ શરૂ થયાની જાહેરાત મલ્હારે ઇન્સ્ટ્રાગ્રામ પર કરી છે. આ ફિલ્મમાં મલ્હાર ટુરિસ્ટ ગાઇડની ભૂમિકામાં દેખાશે. મલ્હારની સાથે મુખ્ય ભૂમિકામાં મોડલ રીતુ ભાગવાની અને અંશુલ ત્રિવેદી જોવા મળશે. મળતી માહીતી અનુસાર કેસરીયા ફિલ્મ ૨૦૨૦ નવેમ્બરના રીલીઝ થશે. ફિલ્હની વાર્તા ૧૯૬૫માં આવેલી ફિલ્મ ગાઇડજેવી છે આ ફિલ્મમાં મલ્હાર ટુરીસ્ટ ગાઇડની ભૂમિકા ભજવે છે. ફિલ્મના ફર્સ્ટ હાફનું શુટીંગ કચ્છમાં થશે. જયારે બીજા ભાગનું શુટીંગ સ્કોટલેન્સમાં થશે. ફિલ્મને ડાઇરેકટ ઘ્વનિ ગૌતમ કરી રહ્યા છે. જયારે ફિલ્મની વાર્તા, સ્કીનપ્લે અને ડાયલોગ નિરલ શાહે લખ્યા છે. જયારે સંગીત રાહુલ મુંજારીયાનું છે. આ વર્ષ મલ્હારની અનેક ફિલ્મો આવવાની છે. જયારે વર્ષની શરુઆતમા જ ‘વિકિડાનો વરઘોડો’ ‘ઘુંઆધાર’નું શુટીંગ પૂર્ણ કરી લીધું છે. તેમજ પ્રયણ શાહની ‘સારાભાઇ’ફિલ્મ પણ આ દિવાળીમાં રીલીઝ થવાની છે.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત