ફિલ્મી સ્ટારો સાથે સેલ્ફીની મોજ માણી રૂબરૂ મળ્યાનો લોકોએ આનંદ માણ્યો: લક્કી વિનરને પુજારા ટેલિકોમ તરફથી મળી વન પ્લસ નોર્ડ સિઈટ, જેલીએલ સ્પીકર બડ્સ તેમજ હેન્ડ્સ ફ્રી જેવી શાનદાર ગિફ્ટ
પુજારા ટેલિકોમમાં મલ્હાર ઠાકર તેમજ “સોનુ તને મારા પર ભરોસો નઈ કે” ફેઈમ ના તમામ ફિલ્મી સ્ટાર મુલાકાતે આવ્યા હતા. સરદાર મેઈન રોડ ખાતે આવેલ પુજારા ટેલિકોમમાં આજ બપોરના આવેલ આ તમામ ફિલ્મી સ્ટારો સાથે સેલ્ફીની મોજ માણી રૂબરૂ મળ્યાનો લોકોએ આનંદ માણ્યો હતો અને ફિલ્મી સ્ટાર સાથે તેમના હસ્તક આકર્ષક ગિફ્ટ જીતવાનો લોકોએ મોકો મેળવી ગૌરવ અનુભવ્યું હતું.
લક્કી વિનરને પુજારા ટેલિકોમ તરફથી વન પ્લસ નોર્ડ સિઈટ, જેલીએલ સ્પીકર બડ્સ તેમજ હેન્ડ્સ ફ્રી જેવી શાનદાર ગિફ્ટ મેળવી હતી.મલ્હાર ઠાકરે અબતક મીડિયા સાથે વાત કરતા પારિવારિક ફિલ્મ વિશે વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી દ્રામાં,થિલર,હિસ્ટ્રી સહિત્યની અનેક ફિલ્મો આવી રહી છે ત્યારે પારિવારિક ફિલ્મ બને અને જોઈન્ટ પરિવારમાં ઉદભવતા પ્રશ્નોને લઈને આ ફિલ્મ બનાવવામાં આવી છે.
જોઇન્ટ ફેમિલીમાં રહેતા લોકો દરેક પ્રશ્નોને હલ કરી શકે છે તેમ પણ જણાવ્યું હતું. વધુમાં પોતાના રોલ વિશે વાત કરતા જણાવ્યું હતું કે આ ફિલ્મમાં ધમાલ અને ઇન્ટરટેનમેન્ટ જોવા મળશે, ત્યારે દરેક લોકો મજા કરે તે માટે 19 મે ના રોજ દરેક લોકો ફિલ્મ જોવે તેવો અનુરોધ કર્યો હતો, તેમજ ફિલ્મ પોતાના રોલને લઈને જણાવ્યું હતું કે કૌટુંબિક પરિવારમાં માત્ર એક જ દીકરો હોવાથી દરેક નિર્ણય હું લઈ લેતો હોવ છું અને એક ફાસ્ટ ડીસીઝન લવ છું અને તેનાથી શું શું થાય છે તેને લઈને આ ફિલ્મ છે તેમ પણ જણાવ્યું હતું.