ઘણા સમયે એવો વિચાર પણ આવે કે શું દરેક વ્યક્તિ આવા વિચારો કરતું હશે? તેમાં પણ ખાસ કરીને પુરૂષોને એવો વિચાર જરૂરથી આવે છે કે શું સ્ત્રીઓ પણ જાતિયસુખના વિચારો કરતી હશે? સામાન્ય રીતે પુરુષો આ વિશે વઅધુ બોલતા હોય છે જ્યારે સ્ત્રીઓ આ બાબતની મહત્વકાંક્ષા સેવતી હોય છે.
“પુરુષ વિચારે છે જ્યારે સ્ત્રી ઈચ્છે છે”. આજના સમયમાં પુરુષો કરતાં સ્ત્રીઓમાં જાતિયસુખની ઈચ્છાઓ વધારે રહેલી છે. વિવિધ પ્રકારના સર્વે થયેલા છે જેમાં આ વાત જાણવા મળેલ છે. તમને આ પાછળના કારણો પણ અહી જણાવીશું કે શા માટે કોઈપણ વ્યક્તિને જાતિયસુખની આદત પડી જાય છે.
શારીરિક સુખ તમારા શરીરની શારીરિક ઉતેજનાઓને સંતોષ આપે છે, જે દરેક સ્ત્રી માટે એકસરખું જ હોય છે. ઘણા સાયકોલોજીસ્ટના જણાવ્યા અનુસાર, શારીરિક સુખ એ દરેક માટે એક સામાન્ય જરૂરિયાત છે. ઘણા કેસો એવા પણ આવે છે કે જેમાં મહિલાઓની ફરિયાદ હોય છે કે તેમના પાર્ટનર તેમણે શારીરિક સંતોષ પૂરો પડી શકતા નથી.
શારીરિક સુખની વ્યાખ્યા આપવામાં આવે તો કહી શકાય કે જેમાં સંભોગનો પૂરો આનંદ માણી શકો છો તે પરિપૂર્ણ શારીરિક સુખ કહી શકાય, જે તમારા આત્માને સંતોષ આપે છે. એક સ્ત્રી પોતાના વિચારો જણાવતા કહે છે કે, મારા પતિ જ્યારે ઓફિસ પરથી થાકેલા પરત ફરે છે પછી અમે શારીરિક સુખનો આનંદ કરીએ છીએ અને તેના લીધે અમને બંનેને અદભૂત એનર્જિ પ્રાપ્ત થાય છે અને મન પ્રફુલ્લિત થઈ જાય છે.
શારીરિક સુખથી શરીરમાં હોર્મોન્સ છૂટા પડે છે. જાણકારોના જણાવ્યા અનુસાર કપલ ક્યારેય પણ પોતાના શારીરિક સંબંધોને હળવાશથી ના લેવા જોઈએ. બે વ્યક્તિ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે જાતિયસુખ મહત્વની ભૂમિકા ભજવે છે, જે સંબંધોને વધુ ગાઢ બનાવે છે.
જાતિયસુખ એ ફક્ત શારીરિક ઉતેજના પેદા કરનાર નથી પરંતુ તે મનને આરામ આપનારી બાબત પણ છે. જ્યારે કોઈ વ્યક્તિ ઓફિસ માંથી થાકીને ઘરે જાય, તેનો આખો દિવસ સારો ના રહ્યો હોય ત્યારે શારીરિક સુખ તમારા મનને ખૂબ જ શાંતિ પ્રદાન કરે છે. સાયકોલોજીસ્ટના જણાવ્યા અનુસાર આઈ પાછળનું કારણ શારીરિક સુખ દરમ્યાન થતાં ઊંડા શ્વાસોશ્વાસ, એકબીજાનો સ્પર્શ, અને હોર્મોન્સ છૂટા પાડવાની ક્રિયા થાય છે જેના લીધે શરીર સ્વસ્થ અને શાંત થાય છે