દેશની ૫૦ ટકા વસતી ૨૫ વર્ષથી ઓછી ઉંમરની યુવાનો ફળદ્રુપતા ગુમાવી રહ્યાં છે !

દેશમાં યુવાનોની સંખ્યા વધુ છે તે વાત સાચી પણ તેની સાથો સાથ એક કડવી હકીકત એ પણ છે કે વર્તમાન સમયે યુવક-યુવતીઓ ફળદ્રુપતા ગુમાવી રહ્યાં છે. ફળદ્રુપતા ઓછી હોવા મુદ્દે બિહારની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે. જ્યાં ૩.૨ ટકા યુવાનોમાં ફળદ્રુપતા જોવા મળતી નથી. આવી જ રીતે યુપીમાં પણ ફળદ્રુપતા મુદ્દે યુવાનોની હાલત કફોડી છે. ફળદ્રુપતા ઓછી થવા પાછળ યુવાનો કેરીયરને વધુ પડતું પ્રાધાન્ય આપતા હોવાનું છે. ઉપરાંત આધુનિક સમયમાં તણાવના પગલે પણ ફર્ટાલીટી રેટ વધુ જોવા મળ્યો છે.

ભારત યુવા દેશ છે, વિશ્ર્વમાં સૌથી વધુ યુવાનોની સંખ્યા ભારતમાં છે. વસ્તીની સરખામણીએ યુવાનોનું પ્રમાણ ભારતમાં અન્ય દેશો કરતા વધુ છે. ત્યારે તાજેતરમાં આવેલા આંકડા પરથી ફલીત થયું છે કે, પુરૂષ હોય કે સ્ત્રી, ગ્રામ્ય હોય કે શહેરી વિસ્તાર દેશમાં ૨૫ વર્ષથી ઓછી ઉમર ધરાવતા લોકોની સંખ્યા ૫૦ ટકા છે. વર્ષ ૨૦૧૮માં સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ દ્વારા લેવાયેલા આંકડા પરથી નવા કારણો સામે આવ્યા છે.

ગ્રામ્ય વિસ્તારોમાં ૨૫ વર્ષથી ઓછી ઉંમરના પુરૂષોની ટકાવારી ૨૦૧૭માં ૫૦.૨ ટકા હતી જે હવે ઘટીને ૪૯.૯ ટકા થઈ ચૂકી છે. વર્ષ ૨૦૧૮માં ૨૫ વર્ષના લોકોની સંખ્યા ૪૬.૯ ટકા હતી. અલબત હવે આ સંખ્યામાં મસમોટો ફેરફાર જોવા મળ્યો છે. બિહાર, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ૨૫ વર્ષથી ઓછી ઉંમરના લોકોની ટકાવારી અનુક્રમે ૫૭ અને ૫૩ ટકા છે. કેરળમાં આ ટકાવારી ૩૦.૬, તામિલનાડુમાં ૩૮.૧ અને આંધ્રપ્રદેશમાં ૩૮.૯ ટકા જોવા મળી છે. તેલંગણા, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં ૨૫ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા હોય તેવા લોકોનું પ્રમાણ ઓછુ થયું છે.

નોંધનીય છે કે, ધીમે ધીમે નવી પેઢી ૨૫ વર્ષ અથવા તો તેનાથી વધુ ઉંમરની થઈ જતાં દેશમાં પ્રોડક્ટીવીટી ઉપર ફર્ક પડશે. અગાઉની સરખામણીએ વર્તમાન સમયમાં લોકો પોતાની કારકિર્દી પર વધુ ધ્યાન આપવા લાગ્યા છે. અગાઉ ૨૫ વર્ષથી નાની ઉંમરના લોકોની સંખ્યા વધુ હતી. પરંતુ તેમની પ્રોડકટીવીટી ઓછી હતી પરંતુ હવે સ્થિતિ ઉંધી છે. યુવાનોની સંખ્યા વધતા ઉત્પાદન ક્ષમતા પણ વધી છે. જેનાથી ઉલ્ટુ જાપાનની સ્થિતિ છે. જ્યાં વૃદ્ધોનું પ્રમાણ વધુ હોવાથી આખો દેશ ઘરડાનો દેશ ગણવામાં આવે છે. જાપાનમાં ૫૦ વર્ષથી વધુની ઉંમરના લોકોનું પ્રમાણ ખુબ વધુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.