માલદીવમાં સરકારે પોલીસને આદેશ આપ્યો છે કે તે રાષ્ટ્રપિતા અબ્દુલ્લા યામીન સામે સુપ્રીમ કોર્ટનો કોઈપણ આદેશ ન માને.
એટર્ની જનરલે રવિવારે ટેલીવીઝન સંદેશોમાં કહ્યું હતુ કે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ (ઈમ્પિરામેન્ટ)ની કાર્યવાહી કરરીને તેમને હોદા પરથી દૂર કરવા કે તેમની ધરપકડ કરવાનો આદેશ ગેરબંધારણીય અને ગેરકાનૂની હશે.
ટૂંકમાં માલદીવમાં સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે વર્તમાન સમયમાં ‘૩૬’નો આંકડો અર્થાત તીવ્ર મતભેદ ચાલી રહ્યા છે. આથી ભારતની મદદ માંગવામાં આવી રહી છે.
અહી ખાસ ઉલ્લેખનીય છે કે માલદીવની સુપ્રીમ કોર્ટ અને અબ્દુલ્લા યામીન સરકાર વચ્ચેનો ગજગ્રાહ આંતરરાષ્ટ્રીય સ્તરે ગાજી રહ્યો છે. આથી ભારત અને અન્ય દેશોની દરમિયાનગીરીની જ‚ર પડી છે.
અબ્દુલ્લા યામીન સરકારે માલદીવની સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટીસ અબ્દુલ સઈદ સામે ખોટા કોર્ટ કેસ દાખલ કરવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ સિવાય જસ્ટીશ હસન સઈદની ઘરે હમણા રેડ પાડવામાં આવી હતી તેમના પર લાંચ લેવાનો આક્ષેપ કરાયો છે. ટૂંકમાં માલદીવ સરકાર ન્યાયતંત્રને પોતાની મૂઠ્ઠીમાં કરવા માગે છે.