પરંપરાગત પોષાકમાં માલધારી સમાજનાં યુવાનો બાઈક રેલીમાં જોડાશે

વિશ્વભરમાં વસવાટ કરતા માલધારી સમાજનાં લોકો ૨૬ નવેમ્બરને વિશ્વ માલધારી દિન તરીકે મનાવે છે. આ દિવસને નેશનલ મિલ્ક ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. ડો.વર્ગીરા કુરીયને દુધનું મહત્વ સમજાવવા તેનું આર્થિકીકરણ કરી શ્ર્વેતક્રાંતિ સર્જી છે. આ દિવસે ડો.કુરીયનનો જન્મદિવસ પણ હોય ૨૬ નવેમ્બરનું મહત્વ અનેકગણુ વધી જાય છે.

વિશ્વ માલધારી દિનની ઉજવણીનાં ભાગરૂપે રાજકોટ માલધારી સમાજ દ્વારા તા.૨૬/૧૧/૨૦૧૯ને મંગળવારે બપોરે બે વાગ્યે રાણીમાં રૂડીમાં ઠાકર મંદિર, બેડીનાકા ખાતેથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ છે. આ રેલી શહેરનાં મુખ્ય વિસ્તારોમાં ફરી શ્રી મચ્છુ માતાજી મંદિર, દિવાનપરા ખાતે સાંજે ૬ વાગ્યે પૂર્ણ થશે. આ સ્કુટર રેલીમાં માલધારી સમાજનાં યુવાનો ચોરણી, બંડી, કેડીયુ, માથે આંટીયાળી પાઘડી સાથેનો પહેરવેશ પરીધાન કરી રેલીમાં જોડાશે તો માલધારી સમાજનાં યુવાનોને આ રેલીમાં જોડાવવા આહવાન કરવામાં આવે છે.

આ બાઈક રેલીનો રૂટ રાણીમાં રૂડીમાં નકલંક મંદિરથી હોસ્પિટલ ચોક, રેસકોર્સ રીંગ રોડ, એરપોર્ટ ફાટક, રૈયા રોડ, રૈયા ચોકડી, ઈન્દિરા સર્કલ, કેકેવી સર્કલ, કોટેચા ચોક, મહિલા કોલેજ અંડરબ્રીજ, એસ્ટ્રોન ચોક, યાજ્ઞિક રોડ, ત્રિકોણબાગ થઈ દિવાનપરામાં મચ્છુ માતાજીનાં મંદિરે પૂર્ણ થશે. રેલીમાં જોડાનાર યુવાનોએ ટ્રાફિકનાં નિયમોનું પાલન કરી શિસ્તબઘ્ધ રીતે બાઈક સ્કુટર ચલાવવાનું રહેશે. કોઈપણ પ્રકારની આશકલાઈ ચલાવી લેવામાં નહીં આવે તેમ માલધારી સમાજ એકતા સમિતિની યાદીમાં જણાવાયું છે.

આ રેલીને સફળ બનાવવા ભીખાભાઈ પડસારીયા, રાજુભાઈ જુંજા, ગેલાભાઈ સભાડ, જીતુભાઈ કાટોળીયા, રણજીતભાઈ મુંધવા, કિશનભાઈ રાયકા, કાનાભાઈ ચૌહાણ, મેકુશભાઈ મુંધવા, રામભાઈ ખીંટ, રાજનભાઈ સિંધવ, નારણભાઈ સાનીયા, ભરતભાઈ મકવાણા, રમેશભાઈ રાતડીયા, ગોપાલભાઈ ગોલતર, ભરતભાઈ ધોળકિયા, હનુભાઈ ધોળકિયા, લાખાભાઈ સાટીયા, કરણભાઈ ગમારા સહિતનાં જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.