મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હૈયે માલધારી સમાજ માટે અનહદ હેત: છેલ્લા ૧૮ વર્ષમાં ભાજપ સરકારે માલધારી માટે અનેક કાર્યો કર્યા છે

રૂપાણી સરકારે ટૂંકા ગાળામાં જ માલધારી સમાજના વિદ્યાર્થીઓ માટે રાજકોટ, જામનગર અને ધંધુકામાં ૪ હોસ્ટેલ બનાવી છે

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હૈયે માલધારી સમાજ માટે અનહદ હેત રહેલો છે. છેલ્લા ૧૮ વર્ષમાં ગુજરાતમાં ભાજપ સરકારે માલધારી સમાજના ઉત્થાન માટે અનેકવિધ કાર્યો કર્યા છે. જેનું ઋણ ચુકવવાનો અવસર આવી ગયો છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં માલધારી સમાજ ભાજપ સરકારનું ઋણ ચુકવવા માટે કમળને જ મત આપશે તેવો સુર આજે અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા માલધારી સમાજના આગેવાનોએ વ્યકત કર્યો હતો.

માલધારી સમાજના આગેવાન દિનેશભાઈ ટોળીયા, વિભાભાઈ જોગરાણા, અનિલભાઈ રાઠોડ, રઘુભાઈ ધોળકિયા, જીતુભાઈ કાટોડીયા, કાનાભાઈ ચૌહાણ, હીરાભાઈ જોગરાણા, રાજેનભાઈ સિંધવ, તોગાભાઈ ધોળકિયા, ચનાભાઈ ગોહેલ, સારાભાઈ જોગરાણા, ધીરૂભાઈ સભાડ, ગંગદાસભાઈ જોગરાણા, બાલાભાઈ બોરીયા, લાલાભાઈ મીર, આલાભાઈ ભુવા, રઘુભાઈ બોળીયા, ગભાભાઈ ચોહલા, નાગજીભાઈ વરૂ, બાલાભાઈ ચૌહાણ, બિજલભાઈ ટારીયા, બચુભાઈ ભોળિયા, નાજાભાઈ ટોળીયા, ખીમાભાઈ જોગરાણા, કિરીટભાઈ મીર અને કાનાભાઈ ચૌહાણ સહિતના આગેવાનોએ આજે અબતકની શુભેચ્છા મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, છેલ્લા ૧૮ વર્ષમાં ભાજપ સરકારે માલધારી સમાજ માટે ઘણા બધા કાર્યો કર્યા છે. ગોપાલક વિકાસ બોર્ડને નિગમનો દરજજો આપ્યો છે. આટલુ જ નહીં માલધારી સમાજના લોકોને ગૃહ ઉધોગ શરૂ કરવા, સીએનજી રીક્ષા ખરીદવા, ફોર-વ્હીલ ખરીદવા, નાના-મોટો વ્યવસાય શ‚ કરવા, ઉચ્ચ શિક્ષણ માટે, વિદેશમાં શિક્ષણ માટે, ભણેલા-ગણેલા લોકોને અલગ ઓફિસ શરૂ કરવા માટે, નાના માલધારીને ગાય-ભેંસ ખરીદવા માટે અને શેડ બનાવવા માટે નાણાકીય સહાયતા કરવામાં આવે છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વર્ષોથી માલધારી સમાજ સાથે સંકળાયેલા છે. તેઓના હૈયે માલધારીનું હિત વસેલું છે.

તેઓએ ઉમેર્યું હતું કે, આજથી ૧૮ વર્ષ પહેલા જયારે ગુજરાતમાં કારમો દુષ્કાળ પડયો હતો ત્યારે ગાય, ભેંસને ચારો ખવડાવવા માટે પણ માલધારીઓ પાસે નાણા કે નીરણ ન હતું ત્યારે ભાજપ અને વિજયભાઈ રૂપાણીએ રાહતભાવે સમગ્ર શહેરમાં લીલા ઘાસચારાની વ્યવસ્થા કરી હતી. શાસ્ત્રીમેદાન ખાતે શ‚ કરવામાં આવેલા કેટલ કેમ્પમાં રોજ ત્રણ થી ચાર ગાડી લીલો ઘાસચારો પહોંચાડતા હતા અને પોતે ખર્ચા ભોગવી લેતા હતા. પાણીના અવેડા બનાવવા માટે પણ માલધારી વિસ્તારમાં તેઓએ કામ કરાવ્યા છે. વિજયભાઈ રૂપાણી હંમેશા માલધારી સમાજના દુ:ખીયાના બેલી રહ્યા છે. જયારે-જયારે સમાજને જરૂર પડી છે ત્યારે તેઓ હંમેશા આગળ આવ્યા છે. તેઓ માલધારી સમાજના એક-એક પ્રશ્ર્નથી વાકેફ છે.

મુખ્યમંત્રી બન્યા બાદ વિજયભાઈ રૂપાણીએ સૌરાષ્ટ્રમાં ધંધુકા, જામનગર અને રાજકોટમાં માલધારી સમાજના વિદ્યાર્થીઓ માટે બે ક્ધયા અને બે કુમાર છાત્રાલયો બનાવી છે તથા એનીમલ હોસ્ટેલની પણ સુવિધાઓ ઉભી કરી છે. અમને એ વાતનો પુરો ભરોસો છે કે વિજયભાઈ ફરી ગુજરાતના મુખ્યમંત્રી બનશે અને માલધારી સમાજના જે પેન્ડીંગ પ્રશ્ર્નો છે તે તત્કાલ ઉકેલશે. માલધારી સમાજ તન, મન અને ધનથી હંમેશા ભાજપ સાથે રહ્યો છે અને રહેશે. સમાજ માટે દુ:ખીયાના બેલી એવા વિજયભાઈ રૂપાણીનો ઋણ ચુકવવાનો આ અવસર છે જોકે માલધારી સમાજ ગમે તેટલું કરે તો પણ ભાજપ સરકારનો ઋણ ચુકવી શકે તેમ નથી. કારણકે છેલ્લા ૧૮ વર્ષમાં ભાજપ સરકારે માલધારી સમાજના વિકાસ માટે અનેકવિધ કાર્યો કર્યા છે અને યોજનાઓ અમલમાં મુકી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રેકોર્ડબ્રેક લીડથી જીતાડવા માટે માલધારી સમાજના એક-એક વ્યકિત પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દેશે. સમાજની હંમેશા ચિંતા કરતા ભાજપના આગેવાનોની ચિંતા હવે ખુદ માલધારી સમાજે કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.