માલધારી સમાજના ૧૦ હજાર યુવક-યુવતિઓ પરંપરાગત વસ્ત્રોમાં ઉ૫સ્થિત રહેશે
વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા શહેરનો માલધારી સમાજ સજજ થઇ ગયો છે. આવતીકાલે માલધારી સમાજના ૧૦ હજારથી વધુ લોકો પરંપરાગત વસ્ત્રો અને રાસ મંડળીની છત્રી સાથે વડાપ્રધાનનું અભિવાદન કરશે. એરપોર્ટ ફાટક પાસે પારેવડી ચોક નાગરીક બેંક પાસે તથા ચુનારાવાડ ચોકમાં માલધારી સમાજ દ્વારા પોઇન્ટ ઉભા કરાયા છે. ત્યાં સ્વાગત વિધી કરાશે. કાર્યક્રમની વિગતો આપવા દિનેશભાઇ ટોળીયા, ભરતભાઇ મકવાણા, જીતુભાઇ કાટોળીયા, હિરાભાઇ જોગરાણા, કાનાભાઇ ચૌહાણ, વિભાભાઇ જોગરાણા, બાબુભાઇ મારીયા, રાજનભાઇ સીંધવ, ભપલાભાઇ ગોલતર, ખીમજીભાઇ મકવાણા, અનીલભાઇ રાઠોડ, દિનેશભાઇ રાઠોડ, નાગજીભાઇ વ‚, નાગજીભાઇ ગોલતર, નાજાભાઇ ટોળીયા, ગેલાભાઇ રબારી, રત્નાભાઇ રબારી અને પોપટભાઇ ટોળીયા સહીતના ઉ૫સ્થિત રહ્યા હતાં.