શહેરના તમામ વોર્ડમાં ૩૯૪૫૮ ઘરોની મુલાકાત ૧૨૭૨ ગપ્પી માછલી તથા ૩૮૨૩૦ પત્રિકાઓનું વિતરણ કરાયું
મેલેરિયા મુક્ત ગુજરાત -૨૦૨૨ અભિયાનનો વિધિસર પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી,કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી.નડ્ડા દ્વારા કરાવવામાં આવ્યો હતો. મેયર ડો.જૈમન ઉપાધ્યાય ધ્વારા રાજકોટમાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.
આ અભિયાન અંતર્ગત શહેરનાં તમામ ૧૮ વોર્ડમાં મેલેરિયા નાબુદી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ૧૮ વોર્ડમાં અલગ અલગ વિસ્તારોમાં મેલેરિયા રોગની જાગૃતિ માટે જાહેર પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. જેમાં મચ્છર, મચ્છરનાં પોરા, પોરાભક્ષક માછલી, પોસ્ટર, બેનરનાં માધ્યમી લોકોને મેલેરિયા રોગ વિશે તા તેના અટકાયતી માટે લેવાના તા પગલા વિષે વિગતવાર માહિતિ આપવામાં આવી હતી. પ્રદશનની૧૭,૧૮૩ વ્યક્તિઓએ મુલાકાત લઇ મેલેરિયા રોગ વિશે જાણકારી મેળવેલ તા ૧૨૭૨વ્યક્તિઓને માછલી વિતરણ તા ૧૫,૩૬૨ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સખીમંડળ, સ્વૈછિક સંસઓ, નર્સિંગ તા અન્ય શાળા/કોલેજોનાં વિર્દ્યાીઓ, સફાઇ કામદારોનાં સહયોગી આરોગ્ય શાખાના કર્મચારીઓ ધ્વારા ઘરે ઘરે મુલાકાત કરી, પત્રિકા વિતરણ કરી લોકોને મેલેરિયા રોગ વિશે માહિતગાર કરી દરેક વોર્ડમાં ઇ ૩૯૪૫૮ ઘરોની મુલાકાત લઇ ૩૮૨૩૦પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મેલેરિયા મુક્ત અભિયાન અંતર્ગત આગામી દિવસોમાં આરોગ્ય શાખાના ૨૫૦ જેટલા કર્મચારીઓ ધ્વારા ઘરે ઘરે મુલાકાત લઇ પાણી ભરેલ પાત્રો ચકાસી, પોરાનાશક દવા નાંખી પોરાનો નાશ કરવામાં આવશે. તા લોકોને તેઓના ઘર તા ઘરની આસપાસ પોરા ન ાય તે માટે તકેદારી રાખવા લેવાનાં તા પગલા વિશે જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત પોરાભક્ષક માછલી વિતરણ, ફોગીંગ,તાવના કેસમાં લોહીનાં નમુનાં લેવાની કામગીરી કરવામાં આવશે.
મેલેરિયા મુકત રાજકોટ અભિયાનની કામગીરી મ્યુનિ. કમિશનર બંછાનિઘિ પાનીની સૂચના અનુસાર આરોગ્ય અઘિકારી ડો. મનિષ ચુનારા, નાયબ આરોગ્ય અધિકારી ડો. પી. પી. રાઠોડ, નાયબ આરોગ્ય અધિકારી ડો. હિરેન વિસાણી તા બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડ તા ઇસ્ટ ઝોન મેલેરિયા ઇન્સ્પેકટર દિલી૫દાન નાંઘુ, વેસ્ટ ઝોન મેલેરિયા ઇન્સ્પેકટર બી. વી. વ્યાસ, સેન્ટ્રલ ઝોન મેલેરિયા ઇન્સ્પેકટર રિતેશ પારેખ તા સુપિરીયર ફિલ્ડવર્કર, ફિલ્ડ વર્કરો દ્વારા આ અભિયાનને સફળ બનાવવા કામગીરી કરવામાં આવી રહી છે.
મેલેરિયા મુકત રાજકોટ અભિયાનની સફળતા માટે મેયર ડો. જૈમનભાઇ ઉપાઘ્યાય, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઇ ૫ટેલ,ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ,શાસક ૫ક્ષનેતા અરવિંદભાઇ રૈયાણી, આરોગ્ય સમિતીચેરમેન મનીષભાઇ રાડીયા ઘ્વારા આ અભિયાનને સફળ બનાવવા શુભેચ્છા પાઠવેલ છે તા આ અભિયાનમાં સહકાર આ૫વા લોકોને અપીલ કરી છે.